ડાંગની ગરીબ પ્રજા જોડે માસ્ક નો દંડ ન લેવા બાબતે બસપા પાર્ટીની રજુઆત

0
91


ડાંગ:- મદન વૈષ્ણવ

કોરોનાં મહામારી દરમિયાન માસ્ક નો દંડ ન લેવા બાબતે આજરોજ આહવા મામલતદારને બસપા પાર્ટીએ રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું…

ડાંગ બસપા પાર્ટીએ અરજીમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજા મજુરી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. આ પ્રજા જોડે માંડ 100 થી 200 રૂપિયા હોય છે અને છેલ્લાં એક વર્ષથી આશિક લોક ડાઉન નાં કારણે ધંધા રોજગાર ઠપ પડ્યા છે. ત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પ્રજા જોડે માસ્ક નો દંડ ઉઘરાવવામાં આવે છે જેનાં કારણે લોકો પાસે પેસા ની બચત થઈ શકતી નથી. ડાંગી પ્રજાને માસ્ક પહેરવાં વિશે સમજણ આપી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવું જરૂરી છે. બોરખેત ચોકડી પાસે પ્રજા જોડે અધધ દંડ વસુલવામાં આવે છે જે યોગ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ લોકોને રોજગારી પુરી પાડી ને લોકોને આરોગ્યલક્ષી દવાઓ પુરી પાડવી જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here