મારુ ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત ડાંગ ભાજપા પાર્ટીની બેઠક યોજાઈ

0
14


ડાંગ:- મદન વૈષ્ણવ
મારુ ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત ડાંગ ભાજપા પાર્ટીની બેઠક યોજાઈ હતી.

“મારું ગામ, કોરોના મુક્ત ગામ”નાં રાજ્ય વ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ આહવા ખાતે આહવા ભાજપા તાલુકા મંડળની બેઠક યોજાઈ.જેમાં ડાંગ જિલ્લાનાં ભાજપાનાં પ્રભારી પ્રફુલભાઈ પાનસરીયા અને સીતાબેન નાયકજી,ભારતીય જનતા પાર્ટી ડાંગનાં પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત,પ્રદેશ કારોબારી સભ્ય બાબુરાવભાઈ ચૌર્યા,જિલ્લાના મહામંત્રીઓમાં રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાવિત,હરીરામભાઈ સાવંતનાઓની ઉપસ્થિતિમાં તાલુકામાં સ્માવિષ્ટ તમામ પી.એચ.સી.સી.એચ.સી.અને આહવા ખાતેની સિવિલ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ઇન્ચાર્જ નીમવામાં આવ્યા હતા.કોવિડ-19 ની પરિસ્થિતિમાં ઉભી થતી દર્દીઓનાં સગા સંબધીઓને મુશ્કેલીઓ,સમસ્યાઓ અને જરૂરીયાત બાબતે યોગ્ય સંકલન કરી તમામ ઇન્ચાર્જો પોતાની ભુમિકા ભજવશે.કોરોનાને હરાવવા રાજ્ય સરકાર સાફ નિયત સાથે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.ગામનાં કોરોનાના સંક્રમણને યોગ્ય સારવાર સાથે ગામમાં કોરોનામુક્ત દિશા તરફ લઈ જવુ અને “મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન દ્વારા ડાંગ જિલ્લાનાં ગામડાઓને સંપૂર્ણ કોરોના મુક્ત કરવા આ અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તેવો વિચાર વિમર્શ રજૂ કરાયા હતા..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here