મોરબી-વાંકાનેર હાઈવે પર એક માસથી લાઈટો બંધ, અંધકારને પગલે અકસ્માતોનો ભય

0
31


મોરબી વાંકાનેર હાઈવે અકસ્માતો માટે કુખ્યાત બની ગયો છે અવારનવાર અકસ્માતો સર્જાતા રહેતા હોય છે ત્યારે હાઈવે પર એક માસ કરતા વધુ સમયથી લાઈટો પણ બંધ હોય જેથી અંધકારને પગલે રાહદારીઓને સતત અકસ્માતનો ભય સતાવે છે.મોરબી વાંકાનેર હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે જેમાં નિર્દોષ માનવજિંદગીઓ હોમાઈ જતી હોય છે જોકે અકસ્માતો નિવારવા તંત્ર કોઈ નક્કર પગલા ભરતું હોય તેવું જોવા મળ્યું નથી હાઈવે પર લાઈટો બંધ થાય તો તે ચાલુ કરવાનો સમય જોવા મળતો નથી હાઈવે ઓથોરીટી જ્યાં ત્યાં ટોલટેક્ષ બુથ ઉભા કરીને ટેક્ષ વસુલી કરવામાં માહેર છે પરંતુ સુવિધા આપવામાં તેટલી જ ઉદાસીન છે હાઈવે પર લાઈટો અનેક દિવસોથી બંધ છે પરંતુ તે અંગે સુતેલું તંત્ર ક્યારે જાગશે તે સવાલ ઉભો થયો છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here