ડાંગ જિલ્લામાં આજે 08 દર્દીઓને રજા અપાઈ.જ્યારે નવા 10 કેસ સાથે કુલ આંકડો 622 પર પોહચ્યો છે….

0
21






ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આજે 10 નવા કેસ નોંધાયા છે.જેની સામે 08 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.ડાંગનાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 622 કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી 545 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 77 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી 10 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા,06 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 61 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 888 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે.જ્યારે 9941 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.કોરોનાને કારણે જિલ્લામા આ અગાઉ આજદિન સુધી કુલ 24 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.આજરોજ ડાંગ જિલ્લામાં પોઝીટીવ કેસોની વિગતો જોઇએ તો આહવા ખાતેનો 30 અને 36 વર્ષીય પુરૂષ તથા 31 વર્ષીય યુવતી,પીંપરીની 37 વર્ષીય યુવતી,ઝાવડાનો 32 વર્ષીય યુવાન,ઇસદરનો 28 વર્ષીય યુવાન,ખડકવાડીનો 34 વર્ષીય યુવાન,વાનરચોંડનો 43 વર્ષીય પુરુષ, ખાજુર્ણાની 28 વર્ષીય યુવતી અને કાલીબેલની 38 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here