જંબુસર સ્વરાજ ભવન ખાતે પ૦ બેડનો આઈસોલેશન વોર્ડ નો પ્રારંભ કરાયો.

0
63


ડોક્ટર હેગડેવાર જન્મ શતાપ્દિ સેવા સમિતિ દ્વારા પચાસ બેડનો આઈસોલેશન વોર્ડ સ્વરાજ ભવન ખાતે શુભારંભ નાહિયેરના ડી કે સ્વામી તથા કંબોઈના વિદ્યાનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો.

 

હાલ ચાલી રહેલી કોરોનાની કપરી પરિસ્થિતિ ઠેરઠેર કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો ખાનગી હોસ્પિટલોમાં શરદી,તાવ અને ખાંસીના લક્ષણોવાળા દર્દીઓની ભીડ હોય છે તથા કોવિડ હોસ્પીટલ જંબુસરમાં પણ કોરોના કેસોને લઈ જગ્યા રહેતી નથી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત ડોક્ટર હેગડેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી,ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલના પ્રયત્નો થી પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પંથકની જનતા કોરોના મુક્ત બને તેવા શુભ આશયથી સ્વરાજ ભવન ખાતે પ૦ બેડની કોવિડ કેર સેન્ટરનો શુભારંભ નાહીયેર ગુરુકુલના ડી કે સ્વામી તથા કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના કરકમળો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પીઆઈ કંપની અધિકારી હિતેશભાઈ ઈનામદાર,ડોક્ટર અમરેન્દ્રસિંહ,મામલતદાર જંબુસર જી કે શાહ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કોરોના કાળના પંજામાં દુનિયા દુઃખ ભોગવી રહી છે.સરકાર અને સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે અને આ પરિસ્થિતિમાં લોકભાગીદારી જરૂરી છે કોરોનાના પહેલાં ચરણમાં જંબુસર પંથકમાં જે જાગૃતિ આવી હતી તેવી જાગૃતિ બીજા ચરણમાં લાવી આપણે સૌ સોશ્યલ ડિસ્ટન્સ મોઢે માસ્ક વારંવાર સાબુથી હાથ ધોવા આ બધી તકેદારી રાખીશું તો આપણે કોરોનાને હરાવી શકીશું દાખલ થયેલ દર્દીને બે ટાઈમ જમવાનું યોગાસન હળદરવાળું દૂધ સહિતની સુવિધા આપવામાં આવશે જે દરદીઓ સારવારઅર્થે આવે તે તમામ સુખરુપે સાજા થાય તેઓ હસતાં હસતાં ઘરે પરત ફરે તથા સેવા આપનાર તમામ સ્વયંસેવકો સ્વાસ્થ્ય નીરોગી રહે કુટુંબકમની ભાવનાથી સેવા કરી તમામ જનતાનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ઉપસ્થિતો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.આ સહિત જંબુસર સીએચસી ખાતે આવનાર દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ પીઆઈ કંપનીના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here