અબડાસા તાલુકામાં ઇદ ઉલ ફિતરની નમાઝ સરકારના નિયમ મુજબ અદા કરવા માં આવી. 

0
21


રમેશ મહેશ્વરી દ્વારા

અબડાસા કચ્છ :- મુસ્લિમ સમાજ નો પવિત્ર રમઝાન માસના 30 રોજા પુર્ણ થતા આજ રોજ ઈદ ઉલ ફિતર નમાઝ ની અદાયગી અબડાસા તાલુકા ના મુસ્લિમ બિરાદરો એ સરકારના નિયમ મુજબ કરી હતી ઈદ નમાઝ બાદ સમગ્ર દેશ અને દુનિયા ભરમાં ચાલતા કોરોના વાયરસ ની બિમારી ખતમ થાય તે માટે અને દેશ માં અમન શાંતી અને ભાઈચારો કાયમી રહે તે માટે દુઆ માંગવા માં આવી હતી.

ખાસ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ની જાહેર અપીલ મુજબ સમગ્ર સમાજ દ્વારા મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ અલ્લામા અલ્હાજ અહમદશાહ બુખારી રહેમતુલ્લાહ ત્આલા અલૈહ અને તેમના જયેષ્ઠ પુત્ર હાજી અનવરશાહ બાવા સાહેબ ના હક્ક માટે ખાસ દુઆ ગુજારવા માં આવી હતી.

અને દરેક જમાત માં ઈદ ના દિવસે કોરાના વેકસીન લેવા માટે સમજુતિ આપી ને સમગ્ર સમાજ ને જાગ્રુત કરવામાં આવેલ તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના સંગઠનમંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here