હાલોલ:તીર્થ રેસીડેન્સીના રહીશોનુ ચકલી બચાવ અભિયાન,લાકડાની વેસ્ટ પ્લાયમાથી માળા બનાવીને વિતરણ.

0
109


પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર શહેરી વિસ્તારોમાં ક્રોકરીટના જંગલો ઉભા થતા એક સમયે જુના પુરાના મકાનોમાં વસવાટ કરતી ચકલીની પ્રજાતી ધીરે ધીરે ખત્મ થવા જઈ રહી છે શહેરી વિસ્તારોમાં ઇટ રેતી સિમેન્ટના પાકા મકાનો બનતા લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ તીર્થ રેસિડેન્સીમાં રેહતા લોકોએ ભેગા મળી એક અનોખો સંકલ્પ કરી ચકલીને બચાવવા સુંદર પ્રયાસ કર્યો છે જેમાં લાકડાની વેસ્ટ પ્લાય માંથી સૌ પ્રથમ ચકલી માટે આ સોસાયટીના રહીશોએ ભેગા મળી 50 ઘર બનાવ્યા હતા જે સોસાયટીમાં મુકતા ચકલીઓ આવીને વસવાટ કરવા લાગતા આ સોસાયટીના લોકોએ વધુમાં વધુ ચકલી ઘરો બનાવવાનો નિર્ણય કરી એકત્રિત થઈ ફ્રી સમયમાં કામ ધધાથી પરવારી લાકડાની વેસ્ટ પ્લાયમાંથી વધુ 500 જેટલા ચકલી ઘર બનાવીને આસપાસ ના વિસ્તારમાં નિઃશુલ્ક વિતરણ કરી એક નાનકડા અબોલ પક્ષી ચકલીની પ્રજાતિને આવનારી પેઢી જોઈ શકે તે માટેનો ઉમદા પર્યાસ હાથ ધર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here