ધાનપુર તાલુકાના લખાણા ગોજીયા ગામે વન્યપ્રાણી દીપડાએ એક વૃદ્ધ મહિલા સહિત 5 લોકો પર હુમલો કરતા ચકચાર.

0
29

ધાનપુર તા.14

વનરાજ ભુરીયા

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૧૨ મેના રોજ ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રહેતા ભૂરીબેન ભલાભાઈ ઉમર વર્ષ ૬૫ જે સવારે નવ વાગ્યા ના સમયે કુદરતી હાજતે જવા નીકળેલ તે વખતે જંગલ તરફથી આવેલ એક વન્યપ્રાણી દીપડાએ આ ભૂરી બેન ઉપર હુમલો કરતા જમણા પગના ભાગે ઈજાઓ થયેલ હતી .

જોકે આ બનાવની જાણ વનકર્મીઓ ને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવેલ અને ભુરીબેન ને સારવાર અર્થે મોકલી આપેલ જ્યારે ભૂરીબેન ઉપર દીપડો હુમલો કરી નજીક મા આવેલ આંબાની વાડીમાં છુપાઈ ગયેલો હતો.ત્યારે વનકર્મીઓએ આ દીપડાની શોધખોળ હાથ ધરેલ અને તે વિસ્તારમાં વનકર્મી ઓએ કોર્ડન કરેલ તેમ છતાં દીપડો જોવા ન મળતાં દીપડો ભાગી ગયો તેમ જણાય આવેલ ત્યારે સાંજના પાંચેક વાગ્યાના સમયે લખના ગોજિયા ગામના મહેન્દ્ર કલ્યાણ (૨)પ્રકાશ વાખલા (૩)રણજીત જશવંત (૪)રાજુભાઈ સોમાભાઈ આ માણસો ઊભા હતા ત્યારે આંબાવાડીમાં છુપાયેલ દીપડો જંગલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ચાર યુવકો ઊભા હતા. ત્યાં અચાનક આવી દિપડાએ એકા એક હુમલો કરતા મહેન્દ્ર કલ્યાણ ને માથાના ભાગે પ્રકાશ વાખલા ને ડાબા હાથે રણજીત જશવંત ને બંને હાથ ઉપર અને રાજુને ડાબા હાથે ગંભીર ઈજાઓ કરી ઝાડ ઉપર છુપાઈ ગયો હતો.

જ્યારેઆ ચાર યુવકો ઉપર દીપડા એ કર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લાખના ગોજીયા ટોકરવા ગામના અનેક લોકો બનાવની જગ્યા પર દોડી આવ્યા હતા.અને આ ચાર યુવકોની દેવગઢબરીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા ત્યારે દીપડો ઝાડ ઉપર છૂપાયેલો દેખાતા ગ્રામજનોએ તેને ભગાડવાનો પ્રયત્ન કરતા ક્યાંક કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આ વિસ્તાર રીંછ અભયારણ્ય વિસ્તારમાં આવતો હોવાથી સ્થાનિક કર્મીઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દેવગઢબારિયા વનવિભાગના ડી.એફ.ઓને આ બનાવની જાણ થતાં બારીયા રેંજના આર.એફ. ઓ પુરોહિત તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ દીપડા ને કોર્ડન કરી ગામમાં આવતા તમામ રસ્તા બંધ કરી ગામલોકોને સહી સલામત જગ્યા ઉપર ખસેડી વન્યપ્રાણી દીપડાને સાંજના સમયે જંગલ તરફ ભગાડી મૂક્યો હતો.ત્યારે દીપડો જંગલ તરફ ભાગી જતાં ગ્રામજનો વનકર્મી ઓ એ જાણે હાશકારો અનુભવ્યો હતો ત્યારે આ દીપડો માનવભક્ષી બને તે પહેલા તેને ઝડપી પાડવા માટેની ગ્રામજનોએ માંગ કરતા વનવિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત ધરી અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here