પોરબંદર ના ટુકડા (ગોસા):સાયક્લોન સેન્ટરમાં બનાવાયુ કોવિડ કેર સેન્ટર મારૂ ગામ કોરોના મુક્ત ગામ

0
34


પોરબંદર

ગુજરાતના ગામડાઓ કોરોનાથી સુરક્ષીત રહે, લોકોના કોરોના બાબતે જાગૃતિ આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્રારા ચાલુ કરાયેલ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને પોરબંદર જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અન્ય ગામડાઓની સાથે પોરબંદરનું ટુકડા (ગોસા)ગામ પણ આ અભિયાનમાં જોડાયું છે.
ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો આપસમાં આત્મીયતાથી જોડાયેલા હોય છે. શહેરની સરખામણીએ ઓછી વસ્તી હોવાથી ગામડામાં દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતા હોય. કોઇ સામાજિક પ્રસંગ હોય કે, હોળી, દિવાળી, કે જન્માષ્ટમી સહિતના તહેવારો કે પછી કોઇ દુ:ખ પ્રસંગ હોય. દરેક સ્થિતિમાં સાથે રહી એકબીજાથી જોડાયને રહેવાની આત્મીયતા ગામડાઓમાં વધુ જોવા મળે છે. અત્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં પણ ગામડાઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે હાલ સ્વૈચ્છિક લોકડાઉનનુ પાલન પણ કરી રહ્યા છે.
પોરબંદર-માધવપુર વચ્ચે મુખ્ય રોડ પર દરિયા કિનારે આવેલુ ટુકડા (ગોસા) ગામ કોરોના મહામારી સામે લડવા એકજુટ થયુ છે. ગામમાં કોઇ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ ન લાગે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ માટે ૪૫ વર્ષથી વધુ વયના મોટાભાગના નાગરીકોએ કોરોના પ્રતિરોધક રસીના પ્રથમ અને બીજો ડોઝ મુકાવ્યો છે. ગામનો મુખ્ય ધંધો ખેતી પશુપાલન હોવાથી હાલ સવારે ૭થી૧૦ અને સાંજે ૫થી૭ વાગા સુધી દુકાનો ખુલી હોય છે. એ સિવાયના સમય દરમિયાન લોક ડાઉનનું પાલન થાય છે.
ગામમાં કોઇ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગે તો ગામમા આવેલ સાયકલોન સેન્ટર ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે. જિલ્લા તંત્રનાં સહયોગથી ૫૦ બેડનું સેન્ટર શરૂ કરાયું છે. તેમ ગામના સરપંચ લાલજીભાઇ ટુકડીયાએ જણાવ્યું હતું.
ગામના ખેડુત દેવરામભાઇ ટુકડીયાએ કહ્યુ કે, હું મોટાભાગે ખેતરે જ હોઉં છું, સામાન્ય દિવસોમાં ખેતરથી આવ્યા બાદ સાંજે ગામમા ઝાપે બેસતા હોય પણ હાલ કોરોના હોવાથી ગામમા લોકડાઉનનુ પાલન કરીએ છીએ. ગામના લોકો પણ જાગૃત બન્યા છે અને સરપંચ ખુદ ગામમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે ગામ લોકોને સમજાવી લોકો માસ્ક પહેરે અને કામ વગર બહાર ન જાય તે માટે સમજાવી રહ્યા છે.
રીપોર્ટર હાર્દિક જોષી
પોરબંદર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here