કોરોના કપરા કાળમાં “ઢાંક” ગામના ગરીબ દર્દીઓ માટે મનીષભાઈ ચાંગેલા સુપરમેન સાબિત થયા.

0
33


જ્યારે કહેવાતા આગેવાનો અને નેતાઓ ફરકતાના હતા ત્યારે કોરોના દર્દીઓ માટે સેવા કરી.

ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામમાં જ્યારે કોરોનાએ અજગરી ભરડો લીધેલ હતો ત્યારે કોઈ કહેવાતા આગેવાનો અને નેતાઓ આમ જનતાના ફોન પણ ના ઊપડતાં અને ધરમા સતાઈ બેસી ગયા હતા.

ત્યારે ઢાંક ગામના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વિના મૂલ્યે ઓક્સિઝન,વેન્ટિલેટર, જેવી ઘણા બધા દર્દીઓને વ્યવસ્થા કરી આપી હતી.

ઢાંક ગામના ડો.જયેન્દ્રસિંહ વાળા, સંજયભાઈ લૂણસીયા, ભરતભાઈ લૂણસીયા ઢાંક માથી સંકલનમાં રહીને ઘણા દર્દીઓ માટે તમામ વ્યવસ્થાઓ વિના મૂલ્યે કરી હતી.

મનીષભાઈ ચાંગેલા એ રૂબરૂ ઢાંક ગામની મુલાકાત લઈને ઘટતી વ્યવસ્થા પૂરી પાડવા પણ બનતી બધી મદદ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે હાલ તેઓ સતાધારી પક્ષમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સંગઠનમાં જોડાયેલા છે.
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here