કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સોને રૂપિયા 42,720 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

0
29
કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સોને રૂપિયા 42,720 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના કુંવરપરા ગામની સીમમાં આવેલા મણી નાગેશ્વર મંદિર પાસે ચાર જુગરિયાઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે ગુરુવારે બાતમીના આધારે રેઇડ કરતા કુંવરપુરા ગામની સીમમાં જુગાર રમતા ( ૧ ) જિતુભાઇ મોરજી ભાઇ કાછીયા રહે.કાછીયાવાડ રાજપીપલા, ( ૨ ) જયેશભાઇ રધુનાથભાઇ રબારી રહે – રસેલા તા.નાંદોદ ( ૩ ) સતગુરૂ ભગતશરણભાઇ પટેલ રહે.રાધા સ્વામી કંપાઉન્ડ , હરસિધ્ધિ માતાના મંદિર પાસે રાજપીપલા તા.નાંદોદ અને ( ૪ ) દક્ષેશભાઇ ચીમનભાઇ કાછીયા રહે- કાછીયાવાડ , રાજપીપલા તા.નાંદોદ ને જુગાર રમી રમાડી અંગ ઝડતીના રૂ. ૧૧,૩૦૦ /તથા દાવ પરના રૂ. ૧૪૨૦/- મોબાઇલ નંગ ૪ કિંમત રૂ. ૩૦,૦૦૦/– મળી કુલ્લે રૂ. ૪૨,૭૨૦ /– સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here