રઘુવંશી કોવિડ સેન્ટર-મોરબી ની અનન્ય કામગીરી બદલ સમગ્ર ટીમનુ અભિવાદન કરવામા આવ્યુ

0
23
સમગ્ર વિશ્વ મા કોરોના વાઈરસે કહેર વરસાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત મા કોરોના ની બીજી લહેરે ભરડો લીધો છે. એવા મા સમગ્ર ગુજરાત મા લોહાણા સમાજ નુ પ્રથમ કોવિડ સેન્ટર મોરબી ખાતે રઘુવંશી કોવિડ સેન્ટર ના નામે કાર્યરત થયુ હતુ જેમા તન-મન-ધન થી લોહાણા અગ્રણીઓ એ આપેલ યોગદાન થી ઘણા બધા કોરોના પેસન્ટ ની સારવાર કરવા મા આવી હતી.લોહાણા અગ્રણીઓ ના આ ઉમદા કાર્ય બદલ મોરબી લોહાણા મહાજન-મોરબી દ્વારા રૂચિર ભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર,સુનિલભાઈ પુજારા ( રામ મોબાઈલ), જય કક્કડ, હાર્દિક રાજા, નર્સિંગ ડીપાર્ટમેન્ટ હેડ રવિના મેડમ, ડો. યશ હીરાણી, ડો.ભાવીન ચંદે, ચંદ્રેશ ભાઈ આડઠક્કર, પરેશ ભાઈ કાનાબાર, દીલીપભાઈ કાનાબાર, તેજશ બારા, જશવંતભાઈ મીરાણી સહીત ના અગ્રણીઓ ની અનન્ય સેવા બદલ અભિવાદન કરવા મા આવ્યુ હતુ. આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, જીતુભાઈ પુજારા સહીતના અગ્રણીઓ એ સેવા ના ભેખધારી યુવાનો ને બિરદાવ્યા હતા તેમજ જલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓ એ શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here