રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અદ્યતન સ્મશાન માટેની કામગીરી ની શરૂઆત કરાઈ

0
37
રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અદ્યતન સ્મશાન માટેની કામગીરી ની શરૂઆત કરાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગ ની અપેક્ષા થી હાથ ધરવામાં આવ્યો છે જેથી તેની કામગીરી ની શરૂઆત આજે અખાત્રીજ ના શુભ દીવસે કરવામાં આવી છે, અંદાજીત 32 લાખ જેવા ખર્ચે આ અદ્યતન સ્મશાન શરૂ થશે તેમ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા ના ગુંજન મલાવીયા,તેજશભાઈ ગાંધી,ઉરેશભાઈ પરીખ, કૌશલભાઈ કાપડિયા,અજિતભાઈ પરીખ,કેયુરભાઈ ગાંધી,દર્શકભાઈ પરીખ દ્વારા જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છેકે રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના યુવાનો ની માનવતા થી કોવિડ હોસ્પિટલમાં અત્યારસુધી જિલ્લાના જેટલા પણ દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેવા તમામ ની અંતિમક્રિયા રાજપીપળા ના કોવિડ સ્મશાનમાં લાકડા ની સગડી દ્વારા કરવામાં આવી છે, હવે આ નવીનીકરણ બાદ ગેસ ની સગડી દ્વારા પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here