ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ દ્વારા રાષ્ટ્રપતિ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
15
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મુંબઈ:મુદા. નં.૧ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશન બોરીવલી પૂર્વ ના સિનિયર પોલીસને ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવાનું છે કે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટર મુનમુન દત્તા ઉફ.બબીતા જેને અનુચિત સમાજ બદલ આપત્તિજનક જાતિગત શબ્દના ઉપયોગ કરી ને અનુસૂચિત સમાજને હલકા કરવાનો પ્રયત્ન કર્યો છે તેના વિરોધ તેના ઉપર એટ્રોસિટી એક્ટ ૧૯૮૯ મુજબ F.i.R . દાખલ કરવા આવેદનપત્ર કસ્તુરબા માર્ગ પોલીસ સિનિયરમા નામદેવ શિંદે મારફતે રાષ્ટ્રપતિ સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ

મુદ્દા નં-૨,મહારાષ્ટ્ર સરકારે ૨૦,એપ્રિલના ૨૦૨૧ રોજ પદોન્નતિ નું આરક્ષણ રદ કરવામાં આવ્યું છે તે પદોન્નતિ આરક્ષણ ચાલુ કરવામાં આવેઆરક્ષણ SC,સમાજનો સંવિધાનીક અધિકાર છે આ નિર્ણય અન્યાય કારક નિર્ણય છે તેના વિરોધમાં તા.૧૫ – ૫ – ૨૦૨૧ બોરીવલી કસ્તુરબા પોલીસ સિનિયર મા.નામદેવ શિંદે મારફત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાહેબને આવેદનપત્ર સુપુત કરવામાં આવ્યું
આવેદનપત્ર આપવામાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ,રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ.નરેશભાઈ મારુ,મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય વિશ્રામભાઇ મેરીયા,જયંતીભાઈ પરમાર,ગંગાધર સુખઠળકર, અમરશીભાઈ ઝાલા,હીરાભાઈ પરમાર,માવજીભાઈ ચાવડા, વિજય ભાઈ લકુમ,વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here