અંજાર પાસેથી ટ્રકમાં વિદેશી દારૂની-૧૭.પેટીનો જથ્થો ઝડપી પાડતી અંજાર પોલીસ

0
64

રમેશ મહેશ્વરી દ્વારા

અંજાર કચ્છ :- અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા ઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલકે અંજાર એરપોર્ટ ચોકડી બાજુથી એક ટ્રક નં – જીજે – ૧૨ – બીટી -૬૮૬૦ વાળીમાં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરીને વર્ષામેડી તરફ જવાની છે જે હકીકત વાળી ટ્રકની વોચમાં રહી તે ટ્રક આવતા તેને રોકાવી તે ટ્રકમાં ચેક કરતા બે ઇસમોને પકડી પાડી તે ટ્રકની કેબીનમાથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો મળી આવેલ તેમજ ટ્રકના ઠાઠામાંથી પ્લાસ્ટીકના કોથળાઓમાં દેશી દારૂ મળી આવેલ.

ટ્રકમાં મળી આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ -૧૭ જે બોટલો નંગ -૨૦૪ તથા દેશી દારૂ લીટર -૧૬૫ મળી આવેલ અને પકડાયેલ આરોપી ( ૧ ) રવીકુમાર ગીરધારીલાલ (ઉ.વ .૩૧) રહે,હાલે કરણી હોટલ,સામખીયારી તા.ભચાઉ મુળ રહે.ધાડિયા ખુર્દ થાના.ચનેની જી.ઉધમપુર ( જે & કે ) ( ૨ ) તીરથગીરી નારદગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૨) રહે,હાલે ગોલ્ડન હોટલ,ભચાઉ મુળ રહે,માણ તલાઈ થાના.ચનેની જી,ઉધમપુર ( જે & કે ).આ બંને આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલમા ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ- ૨૦૪ કિં.રૂ .૭૬,૫૦૦,( ૨ ) દેશીદારૂ લીટર -૧૬૫ કિ.રૂ. ૩,૩૦૦,( ૩ ) મોબાઇલ નંગ -૦૩ ની કી.રૂ ૧૫,૦૦૦,( ૪ ) ટ્રક જેના રજી . ન . જી.જે .૧૨ બીટી ૬૮૬૦ વાળુ મળી આવેલ જેની કિ.રૂ. ૧૦,૦૦૦૦૦,કુલ્લે કિ.રૂ .૧૦,૯૪,૮૦૦,આ આરોપી પાસેથી મળેલ ટ્રક તથા પ્રોહી મુદામાલ કબ્બે લઇ પકડાયેલ આરોપીઓને રાઉન્ડ અપ કરી તેઓની પુછપરછ કરી વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આકામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર, એમ.એન રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here