જુનાધાંટા ગામમાં વાછરડા ને માર મારતા વિવાદ બાદ મારી નાંખવાની ધામકી માં ૦૪ વિરુદ્ધ ફરીયાદ

0
32જુનાધાંટા ગામમાં વાછરડા ને માર મારતા વિવાદ બાદ મારી નાંખવાની ધામકી માં ૦૪ વિરુદ્ધ ફરીયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત વિગતો અનુસાર રસુલભાઇ રામાભાઇ વસાવા રહે. જુના ધાંટા ઉપલુફળિયુ તા.નાંદોદ ની ફરીયાદ મુજબ શુક્રવારે બપોરે તેમનું વાછરડુ નજીકમાં રહેતા કિશનભાઇ સંજયભાઇ વસાવા ના ઘરના આંગણામા જતા તેણે વાછરડા ને સોટી મારતા રસુલભાઈ એ અમારા વાછરડાને કેમ માર્યું તેમ કહેતા કિશન એક દમ ઉશકેરાઇ જઇ ગાળો બોલી ઢીકાપાટુ નો મારમારી તથા સુરેંદ્રભાઇ સેવરિયાભાઇ વસાવા એ કપાળમાં પથ્થર મારી ઇજા પહોંચાડી તેમજ કિશોરભાઇ નટવરભાઇ વસાવા અને અમિતભાઇ સંજયભાઇ વસાવા એ છોડાવવા વચ્ચે પડેલા દાદુભાઇ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરતા આમલેથા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here