ધરમપાલ સોની સબ પર કાટેલાલ એન્ડ સન્સમાં ગરિમા અને સુશીલા સામે નવો માસ્ટરસ્ટ્રોક મારે છે

0
32

સોની સબ પર પ્રેરણાત્મક શો કાટેલાલ એન્ડ સન્સે તેની હળવીફૂલ અને પ્રેરણાત્મક વાર્તારેખા સાથે દર્શકોને મોહિત કરવાનું ચાલુ રાખ્યું છે. આગામી વાર્તામાં દર્શકોને ધરમપાલ (અશોક લોખંડે) તેમનું સેલોં વસાવવાથી પુત્રીઓને રોકવા કેવા પ્રયાસો કરે છે તે જોવા મળશે. આ પ્રક્રિયામાં તે મામાની મદદ લે છે અને બંને ગરિમા અને સુશીલાને તેમનાં સપનાં સાકાર કરવાથી રોકવા માટે કટિબદ્ધ છે.

આગામી વાર્તામાં ધરમપાલને એવી જાણ થાય છે કે પુત્રીઓએ આખરે દુકાન લઈ લીધી છે ત્યારે તે ક્રોધિત થાય છે. જે પણ થઈ રહ્યું છે તેનાથી નિરાશ ધરમપાલ પુત્રીઓને દુકાન લેવામાં કોણ મદદ કરી રહ્યું છે કે તેઓ તેમનું સપનું સાકાર કરવાની નજીક પહોંચી રહી છે તે શોધવા અધીરો બને છે. આખરે ધરમપાલને જાણવા મળે છે કે તેનો કટ્ટર શત્રુ જગત પુત્રીઓને મદદ કરી રહ્યો છે અને તેથી પુત્રીઓને રોકવાનું નક્કી કરે છે. જોકે બજારમાં કોઈ પણ દુકાન શરૂ કરવા માટે હાથી બજાર એસોસિયેશનની પરવાનગી જરૂરી હોય છે, જેનો પ્રમુખ યોગાનુયોગ ધરમપાલ છે, જે પુત્રીઓને સેલોં ખોલવાથી રોકવા માટે ચાવીરૂપ નીવડશે એવું વિચારે છે. આથી ગરિમા અને સુશીલતા તેમનું સેલોં ખોલવામાં સફળ થશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.

ધરમપાલ પુત્રીઓનાં સપનાં સાકાર થવાથી રોકવાના નવા ધ્યેયમાં સફળ થશે? શું ગરિમા અને સુશીલતા બજારમાં તેમનું નવું સેલોં ખોલવામાં સફળ થશે?

ધરમપાલની ભૂમિકા ભજવતો અશોક લોખંડે કહે છે, મારું ધરમપાલનું પાત્ર પુત્રીઓને ફરીથી રોકવા માટે

સુસજ્જ છે. દર્શકોને આગામી વાર્તાંમાં રોમાંચક વળાંક જોવા મળશે. ગરિમા અને સુશીલા તેમનું નવું સફળતાથી ખોલવા માટે સર્વ અવરોધોમાંથી પાર નીકળવા માટે કટિબદ્ધ છે.

ગરિમાની ભૂમિકા ભજવતી મેઘા ચક્રવર્તી કહે છે, હાર નહીં માનવાના વલણ સાથે બહેનો ગરિમા અને સુશીલલા તેમનું લક્ષ્ય સાધવા આગળ વધી રહી છે અને આ વખતે તેમની અને તેમના સપનાની વચ્ચે કોઈ અવરોધ નહીં આવે તેનું ધ્યાન રાખવા માટે કટિબજદ્ધ છે. આગામી એપિસોડમાં અમારા પિતા સાથે સંઘર્ષ થશે, કારણ કે તેઓ અમને અમારું સેલોં ખોલવા દેવા માગતા નથી. જોકે સપનાં સાકાર કરવા માટે ગરિમા અને સુશીલાને કોઈ રોકી શકે એમ નથી, જે ગુણ મને વહાલા અને પ્રેરણાત્મક લાગે છે. મારા બધા ચાહકો અને દર્શકોને વિનંતી છે કે ઘરમાં સુરક્ષિત રહો અને અમારો શો જોવાનું ચાલુ રાખો, કારણ કે આગામી દિવસોમાં વધુ રોચક વાર્તા આવી રહી છે.

સુશીલાની ભૂમિકા ભજવતી જિયા શંકર કહે છે, છોકરીઓ તરીકે અમારે સ્ટ્રીટ સ્માર્ટ બનવાનું જરૂરી છે, કારણ કે સપનાં સાકાર કરવા માટે વધુ અવરોધોનો સામનો કરવો પડવાનો છે. આ પ્રેરણાત્મક વાર્તારેખા સાથે અમે હંમેશાં સરળ સંદેશ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે સપનાં કોઈ જેન્ડર જોતાનથી. જોકે આગામી એપિસોડમાં અમારાં સપનાંની આડમાં કોઈ નહીં આવે તે માટે અમારી ઈચ્છાશક્તિ અને કટિબદ્ધતા જોવા મળશે. કલાકાર તરીકે મને આ શોનો હિસ્સો બનવાનું બહુ ગમે છે, કારણ કે તે લોકોનું મનોરંજન કરવા સાથે દર્શકો સાથે અચૂક સુમેળ સાધે તેવી સમૃદ્ધ કન્ટેન્ટ ધરાવે છે.

 જોતા રહો કાટેલાલ એન્ડ સન્સ, સોમવારથી શુક્રવારે, સાંજે 7.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here