ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના પ્રમુખ

0
27ભદ્રેશ્વર, તા.૧૫:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેશ્વર તેમજ કોવિડ કેર સેન્ટર વસઈની જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, જિલ્લા પંચાયત સદસ્ય કૈલાશબા પ્રધ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત મુન્દ્રાના પ્રમુખ રાણીબેન ચેતનભાઈ આહિર, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવીએ મુલાકાત  લઈ માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે ગામના ઉપસરપંચ મનહરભાઈ મોખા, પ્રતિપાલસિંહ, અજયસિંહ, ચેતનભાઈ હાજર રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રાજેશભાઇ ભંડેરી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ હિમાંશુ, ઇન્દ્રજિત પંડ્યા, ભરત પરમાર  તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા હાલની પરિસ્થિતી અંગે વાકેફ કરવામાં આવ્યા હતાં. 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here