ઝઘડિયા તાલુકાના રુંઢ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા.

0
32ઝઘડિયા તાલુકાના રુંઢ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા.

 

જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા તથા ચાર નંગ મોબાઇલ મળી ૧૧,૫૪૦ મુદ્દામાલ જપ્ત કર્યો.

 

ઝઘડિયા તાલુકાના રુંઢ ગામેથી રાજપારડી પોલીસ દ્વારા છાપોમારી પાંચ જુગારીયાઓ સહીત ચાર મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી ૧૧,૫૪૦ રુપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગતરોજ રાજપારડી પોલીસ ભાલોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ભાલોદ નજીકના રુંઢ ગામની પ્રાથમિક શાળા પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે. રાજપારડી પોલીસે બાતમીના આધારે રુંઢ ગામની પ્રાથમિક શાળા પાછળ છાપો મારતા પાંચ જેટલા ઈસમો ટોળુ વળી પાના પત્તા વડે રુપિયા ની હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે પાંચેય જુગારીયાઓને કોરડન કરી પાંચેય જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે પાંચેય જુગારીયાઓની અંગ ઝડતી કરતા તેમની પાસેથી ચાર મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી કુલ ૧૧,૫૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજપારડી પોલીસે (૧) અરબાઝ સલીમ મન્સુરી (૨) મોબીન ગુલામ શેખ બન્ને રહે.ભાલોદ (૩) સમીર મહેબૂબ ચૌહાણ (૪) સફીક મહેબૂબ બેલીમ (૫) વાસીમ ઇકબાલ ચૌહાણ ત્રણે રહે. રુંઢ તા. ઝઘડિયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here