ઝઘડિયા તાલુકાના અવિધા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં ખાતરના ભાવ વધારાનો વિરોધ કરી ખાતર ભરેલી બેગ સળગાવવામાં આવી.

0
36

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં ખાતરના ભાવ વધારાનો વિરોધ કરી ખાતર ભરેલી બેગ સળગાવવામાં આવી.

ખેડૂતોએ ખાતરની બેગ સળગાવી ખાતરમાં ભાવ વધારો કોઈ પણ સંજોગોમાં પોસાય એમ ન હોય ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી.

આજરોજ ઝઘડિયા તાલુકાના અવિધા ગામે અવિધા ગામના ખેડૂતો તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા અસહ્ય રાસાયણિક ખાતરના ભાવ વધારાને સખત શબ્દોમાં વખોડી કાઢયો છે. સરકારના ખોટા ખર્ચાઓના કારણે દેશમાં જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ વધારાનું કારણ છે તેમ જણાવ્યું હતું. આજરોજ અવિધા ગામ ખાતે ખેડૂતોએ રાસાયણિક ખાતર ભરેલી બેગ સળગાવી સરકાર દ્વારા લાદવામાં આવેલા વધારાનો વિરોધ કર્યો હતો અને આ ભાવ વધારાને પાછો ખેંચવા માટે માગણી કરી હતી. આટલા ભાવ વધારા પછી ખેડૂત ક્યાં જશે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. સરકાર દ્વારા લાદવામાં આવેલો ભાવ વધારો ખેડૂતોને કોઈ પણ ભોગે પોસાય તેમ નથી તેમ આક્રોશપૂર્વક ગામના ખેડૂતોએ જણાવી રાસાયણિક ખાતર પરનો ભાવ વધારો પરત ખેંચવા જણાવ્યુ હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here