નેત્રંગ તાલુકામાં અખાત્રીજે ધરતીપુત્રો ખેતરમાં પુંજા કરી ખેતીમાં જોતરાયા.

0
50 

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકામાં અખાત્રીજને લઇને જગતના તાત એવા ધરતીપુત્રો દ્વારા ખેતરોમાં ધરતી માતાની તેમજ ખેતીના ઓજારો તેમજ બળદોની પુજા અર્ચના કરીને નવા વર્ષ માટેની ખેતીનો શુભારંભ કરવામાં આવ્યો. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા જેનો સય થતો નથી જેને અખાત્રીજ કહે છે. અખાત્રીજે ખેડૂતો માટે શુભ ગણવામાં આવે છે. આ દિવસથી તમામ શુભકામોની શરૂઆત થાય છે. જેને લઇને અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વહેલી સવારે ખેતરમાં પુજા અર્ચના કરીને સૌથી ઉપયોગી ગણાતા ખેડૂતોના પ્રિય બળદજીની પુજા કરીને કુમ કુમ તિલક બાદ ખેડૂત દ્વારા બળદને ગોળ ખવડાવીને મોં મીઠું કરાવીને તેઓની પણ પૂજા કરવામાં આવે છે. અખાત્રીજ એક ખેડૂતો માટે નવા વર્ષ સમાન ગણાય છે. આ દિવસથી ખેડૂતો ખેતીની પ્રવૃત્તિમાં જોડાય છે. ધરતીપુત્ર દ્વારા આ દિવસની આતુરતાથી રાહ જોવામાં આવે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરવામાં આવે છે . જેમાં વધુમાં વધુ ધાન્ય પાકે જેવી ખેડૂતો દ્વારા ધરતીમાતા ને પ્રાર્થના કરવામાં આવે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here