હળવદ મા કોરોના ના કેસ મા મહત્તમ ઘટાડો

0
26વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ માટે મોટા રાહત ના સમાચાર

સમગ્ર ભારત ને કોરોના એ પોતાના ભરડામાં લઈ લીધો છે ત્યારે ગુજરાત મા પણ કોરોના ની મહામારી સર્જાઈ છે જેના પગલે સતત ૧ મહિના  સુધી ઓક્સિજન,ઈન્જેકશન જેવી વસ્તુઓ ની અછત સર્જાઈ હતી અને અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા પોતાના સ્વજનો ગુમાવ્યા ત્યારે કુદરત ના કહેર મોટી મહામારી સર્જાઈ હતી ત્યારે બાદ અચાનક જ છેલ્લા ૮ દિવસ થી કોરોના ના કેસ મા ઘટાડો જોવા મળી રહ્યો છે.હળવદ મા દરરોજ ના ૧૫-૧૮ કેસ નોંધાતા હતા ત્યારે આજ ૭-૮ દિવસ થી કોરોના હળવદ ના લોકો થી હાંફી ગયો હોઈ એવું દેખાઈ રહ્યું છે હાલ માં દરરોજ ૩-૪ કેસ જ નોંધ્યા રહ્યા છે ખુબ જ મોટા રાહત ના સમાચાર કેવાઈ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ૧૮ બેડ ની ઓક્સિજન વાળી હોસ્પિટલ મા આજ ૧૨ બેડ ખાલી જોવા મળી રહ્યા છે અને ૬ બેડ જ ભરેલા છે મ્યુકર મયકોસિસ ના પણ ૨ દર્દી મૃત્યુ પામ્યા છે  લોકો સાવચેતી રાખશે તો કોરોના સામે ની લડાઇ આપડે જીતીશું એવું હળવદ ના સરકારી હોસ્પિટલ ના ડો કૌસલ પટેલ જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here