નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણાએ રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી

0
183
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણાએ રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણાએ રાજપીપલા સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત આ <span;>દરમિયાન હેલ્પ ડેસ્ક, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, એન્ટીજન-RTPCR ટેસ્ટ વગેરે સહિતની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ કોરોના પોઝિટિવ દરદીઓના ખબર અંતર પૂછ્યા હતા. તેની સાથોસાથ ઓક્સિજન પ્લાન્ટની  તકનીકી જાણકારી મેળવી હતી.

તદ્દઅનુસાર, ગરૂડેશ્વર તાલુકાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર ગોરા, તિલકવાડા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડાની  એકલવ્ય સ્કૂલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત  વેળાએ પલસાણાએ એન્ટીજન રેપીડ -RTPCR ટેસ્ટની  થઈ  રહેલી કામગીરી, કોવિડ કેર સેન્ટર ખાતે   દરદીઓને અપાતી સારવાર,  દરદીઓ ને અપાતા ભોજન સહિતની જાત માહિતી મેળવી હતી.

મુલાકાત વેળાએ અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મિશ્રા ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here