લાછરસ ગામની સીમમાંથી રૂ. ૧.૭ લાખના મુદ્દામાલ સાથે ૦૬ જુગરીઓને રાજપીપલા ટાઉન પોલીસે ઝડપી પડ્યા અન્ય ૦૭ આરોપી ફરાર

0
39લાછરસ ગામની સીમમાંથી રૂ. ૧.૭ લાખના મુદ્દામાલ સાથે ૦૬ જુગરીઓને રાજપીપલા ટાઉન પોલીસે ઝડપી પડ્યા અન્ય ૦૭ આરોપી ફરાર

રાજપીપલા : જુનેદ ખત્રી

પોલીસ અધિક્ષક નર્મદા હિંમરકસિંહ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગારની ગેરકાયદેશર પ્રવિતિઓ અટકાવવા અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાના પગલે ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ નાઓની સુચના મુજબ રાજપીપલા પોલીસ પરિણામ લક્ષી કામગીરી કરી રહી છે, રાજપીપલા પોલીસના માણસો એ ખાનગી રાહે બાતમી ના આધારે રાજપીપલા નજીક આવેલ લાછરસ ગામની સિમમાં અશોકભાઈ ચંપક ભાઈ પટેલના ખેતર માં જુગાર અંગે રેઇડ કરતા (૧)રોશનભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.થરી (૨) મિતેષભાઇ મહેન્દ્રભાઇ દેસાઇ રહે.લાછરસ (૩) અમિતકુમાર હર્ષદભાઇ દેસાઇ રહે.લાછરસ (૪) વિક્રમભાઇ નરપતભાઇ તડવી રહે.ટંકારી (૫) જયેશભાઇ ભાઇલાલભાઇ તડવી રહે.ગુવાર (૬)નરેન્દ્રકુમાર મેલસીંગભાઇ તડવી રહે.માંગરોલ આરોપીઓ સ્થળ ઉપર રોકડ રકમ રૂ.૧૦,૮૧૦/- મો.સા.નંગ-૦૩ કિ.રૂ.૮૦,૦૦૦/- મોબાઇલ નંગ ૦૫ કિ.રૂ.૧૬,૫૦૦/- મળી કુલ રૂ.૧,૦૭,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા ઉપરાંત અન્ય ૦૭ આરોપીઓ સ્થળ ઉપરથી નાસી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી પકાડાયેલ આરોપીઓને રાજપીપલા પો.સ્ટે લાવી જુગાર ધારા કલમ,૧૨ તથા ઇ.પી.કો.કલમ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧(બી) મુજબ કાયદેશર કાર્યવાહી કરી છે

◆ વોન્ટેડ આરોપીઓ ….

(૧)લક્ષમણભાઇ મેલાભાઇ તડવી
(૨)રમેશભાઇ શનાભાઇ તડવી
(૩)મહેશભાઇ રેવાદાસ તડવી ત્રણેય રહે. રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા તથા
(૪)પરેશભાઇ અરવિંદભાઇ વસાવા
(૫)ચેતનભાઇ ઠાકોરભાઇ પાટણવાડીયા
(૬)બુધ્ધીસાગર પાટણવાડીયા
(૭)અશોકભાઇ ચંપકભાઇ પટેલ ચારેય રહે.લાછરસLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here