ઇમ્પેક્ટ:વાંકાનેર રેલવે સ્ટેશન પરથી મૃત ધણખૂટને તાત્કાલિક દૂર કરાયો

0
26બે દિવસ પહેલા બનાવ બન્યા બાદ પણ રેલવેતંત્રએ મૃતદેહ ન હટાવતા પેસેન્જર અને સ્ટાફ હેરાન પરેશાન થયો હોય વાત્સલ્ય ન્યૂઝના અહેવાલ બાદ મૃત ખૂંટિયાને ત્યાથી હટાવી લેવાયો છે. વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર બે દિવસ પહેલા રખડતા ધણખૂંટનું ટ્રેન હડફેટે મોત નિપજ્યા બાદ રેલવે તંત્ર દ્વારા મૃતદેહ હટાવવાની તસ્દી ન લેવાતા હાલમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધને કારણે પેસેન્જર અને સ્ટાફને સ્ટેશન ઉપર ઉભું રહેવું મુશ્કેલ બન્યું છે.ત્યારે ગઈ કાલે આ બાબતે વાત્સલ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો જે બાદ રેલ પ્રશાસન તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી મૃત ખૂંટિયાને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યો છે.કોરોના કાળમાં વાંકાનેર રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટેશન ઉપર સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રેલવે તંત્ર દ્વારા બે દિવસ પૂર્વે એટલે કે તા.12 ના રોજ રેલવે એન્જીન હડફેટે આવી ગયેલ ધણખૂંટના મૃતદેહને હટાવવામાં ન આવતા હાલમાં રેલવે સ્ટેશન ઉપર ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. દરરોજ અહીંથી સેંકડો લોકો રેલવેયાત્રા કરતા હોય તેવા સમયે બબ્બે દિવસ વીતવા છતાં રેલવે તંત્રએ આ ધણખૂંટના મૃતદેહને હટાવવા કાર્યવાહી ન કરતા હવે રોગચાળાનો ખતરો સર્જાયો હતો.

જે વાત વાત્સલ્ય ન્યૂઝના ધ્યાને આવતા વાત્સલ્ય ન્યૂઝ દ્વારા રેલ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું.બાદમાં રેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી મૃત ખૂંટિયાને દૂર કરી દેવાયો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here