ડાંગ જિલ્લામાં અખાત્રીજનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી….

0
17ડાંગ :- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આજરોજ અખાત્રીજનાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ચોમાસામાં કયો પાક સારો આવશે તે માટે આજરોજ આ ખાસ તહેવારનું મહત્વ રહેલુ છે. કોરોના સંક્રમણનાં ભયને લઈ ડાંગવાસીઓ દ્વારા સાદાઈપૂર્વક ઘરમાં જ રહીને અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી.અખાત્રીજ ડાંગી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે.અખાત્રીજ વર્ષનો અંતમાં આવતો તહેવાર છે.જેને સ્થાનિક આદિવાસીઓ છેલ્લો તહેવાર પણ કહે છે.અખાત્રીજ પછી તેરાની શરૂઆત થાય છે.આદિવાસીઓ દ્વારા વર્ષમાં ઘણા બધા અનોખા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.જેમાંથી આ એક અખાત્રીજનો તહેવાર છે.આદિવાસીઓનો ખેતી સાથે મુખ્ય નાતો રહ્યો છે. ખેતીમાં કયો પાક વધુ સારો પાકસે તેની ખાત્રી અખાત્રીજથી કરવામાં આવે છે.વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજનાં તહેવારની ઉજવણી થાય છે.આ દિવસે ખાસ ડાંગી આદિવાસીઓ પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામે ચૂલામાં અગારી પાડે છે,જે પૂર્વજોનું દેવપૂજન કહી શકાય.અખાત્રીજને પૂર્વજોનાં પૂજનનો તહેવાર પણ કહેવામાં આવે છે.કોરોનાં મહામારીનાં કારણે સાદાઈ પૂર્વક ઘરમાં જ રહીને ડાંગી પ્રજાએ અખાત્રીજનાં તહેવારની ઉજવણી કરી હતી. આવનાર સમયમાં ચોમાસાની ઋતુ પહેલા કયો પાક સારો આવશે તેની આજરોજ ખાત્રી કરવામાં આવી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here