ડાંગમાં કોરોનાના વળતાં પાણી આજે એક કેસ 00 સામે 06 દર્દીઓને રજા અપાઈ

0
34
ડાંગ:- મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામા આજે કોરોનાના

વળતાં પાણી આજે પોઝીટીવ કેસ 00 રહેતા જિલ્લા આરોગયતંત્ર રાહતનો દમ લીધો છે. સામે છ દર્દીઓ સાજા થતા તેમને આજે રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામા આ અગાઉ કુલ ૬૨૮ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૫૫૬ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૭૨ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૬ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૮ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને ૫૮ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૮૮૨ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૧૭૬ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૭૮ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૨૫૨ ઘરોને આવરી લઈ ૧૧૦૩ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૦ બફર ઝોન (એક્ટિવ)મા ૩૯૦ ઘરોને સાંકળી લઈ ૧૬૦૦ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૫૬ RT PCR અને ૧૩૦ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૮૬ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૫૬ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૮,૪૨૪ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૭,૭૪૦ નેગેટીવ રહ્યા છે.

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૧૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૦૫૨ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૫૦૭૨ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આજે જિલ્લામા એક મૃત્યુ નોંધાતા અહીં આજદિન સુધી કુલ ૨૫ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.
<span;>-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here