ડાંગ જિલ્લામા રૂપિયા બે કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

0
34
ડાંગ:- મદન વૈષ્ણવ

“કોરોના’ સંદર્ભે ઉદભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરતા મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા :

‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ની મુલાકાત લીધી :

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલ ખાતે આગામી ટૂંક સમયમા જ રૂપિયા બે કરોડના ખર્ચે, એક એક હજાર લિટરની ક્ષમતાના બે ઓક્સિજન પ્લાન્ટનુ નિર્માણ કરાશે તેમ રાજ્ય સરકારના વન, આદિજાતિ વિકાસ, અને મહિલા બળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ છે.

મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમા તૈયાર કરાયેલા શ્રેણીબદ્ધ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ની જાતમુલાકાત લેતા મંત્રીશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે સંબંધિત અધિકારીઓ, અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી, કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરી હતી.

મંત્રીશ્રીએ સુબિર તાલુકાના ટીમ્બરથવા, શિંગાણા, સુબિર, પીપલદહાડ સહિત આહવા તાલુકાના પીમ્પરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ સમિતિઓના સહયોગથી તૈયાર કરાયેલા ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’ સહિત પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

મંત્રીશ્રીએ અહીં ઉપલબ્ધ સાધન સુવિધાઓનો તાગ મેળવી પુરી પાડવામા આવતી સેવાઓની પણ પૃચ્છા કરી હતી. ગ્રામીણ વિસ્તારોની મુલાકાત વેળા મંત્રીશ્રીએ ગ્રામ સમિતિઓ સાથે પણ જરૂરી ચર્ચા કરી, કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને ગ્રામીણ સ્તરે જ સારવાર સુશ્રુશા ઉપલબ્ધ કરાવીને તાલુકા/જિલ્લાની સંસ્થાઓ ઉપરનુ ભારણ ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લાને વેળાસર ફરીથી ‘કોરોના મુક્ત’ બનાવવાની દિશામા સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન તથા સહયોગ સાથે કામગીરી કરવાનો અનુરોધ કરતા મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, આયુર્વેદિક હોસ્પિટલ અને દવાખાનાઓ વિગેરેની કામગીરી નિહાળી જરૂરી સૂચનો કર્યા હતા.

<span;>ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાએ કોરોનાની સ્થિતિનો સમગ્રતયા ચિતાર રજૂ કર્યો હતો. નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે બેઠકનુ સંચાલન કરતા પૂરક વિગતો રજૂ કરી હતી.

બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યા સહિત, આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here