વાલીયા પો.સ્ટે. ના પોક્સો ના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાલીયા પોલીસ

0
26વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને પકડવા સારૂ જરૂરી માર્ગદર્શન સાથે સુચના આપેલ હોય જે અનુસંધાને અંક્લેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન અને સુચના આધારે આજ રોજ તા.૧૫/૦૫/૨૦૨૧ ના રોજ વાલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીતનાઓએ છેલ્લા ત્રણ માસથી વાલીયા પો.સ્ટે.ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

વિગત :-

આજ રોજ તા.૧૫/૦૫/૨૦૨૧ ના કલાક ૧૩/૦૦ થી ૧૪/૩૦ સુધી ડહેલી ત્રણ રસ્તા વાલીયા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા આ વખતે એક ઈકો પેસેન્જર ગાડી આવતાં તેને રોકતાં ઈકો પેસેન્જર ગાડીના ડ્રાઈવરે તેની ઈકો ગાડી ઉભી રાખેલ આ વખતે તેમાં બેસેલ પેસેન્જરો પૈકી એક ઈસમ ઈકો ગાડીનો દરવાજો ખોલી તેમાંથી ઉતરી વાલીયા તરફ ભાગવા લાગતાં વાહન ચેકીંગના સાથેના પોલીસ માણસો તેની પાછળ દોડી તેને પકડી તેનું નામ ઠામ પુછતાં દિવ્યાંશુકુમાર ઉર્ફે દિવ્યેશ S/O ભીખાભાઈ દલપતભાઈ અજમેરી (પ્રજાપતિ) ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહેવાસી- નગર શેઠ ફળિયુ ડહેલી ગામ તાલુકો વાલીયા જીલ્લો ભરૂચનો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહી અને તેની પુછ પરછ કરતાં તે ગભરાય ગયેલ હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી તેના ઉપર શક વહેમ જતાં તેનું નામ ઈ-ગુજકોપ પોકેટ કોપ મોબાઈલમાં વ્યક્તિ તપાસ એપ્લીકેશનમાં સર્ચ કરતાં તે વાલીયા પોલીસ સ્ટેશન FIR NO.- 11199050210103/2021 IPC-૩૫૪(ડી) તથા પોક્સો એક્ટની કલમ -૧૨ મુજબના ગુનામાં વોન્ટેડ હોય જેથી તેને વાલીયા પો.સ્ટે. લાવી કલાક ૧૩/૪૫ વાગ્યે હસ્તગત કરવામાં આવેલ છે.

 

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી ના નામો :-

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત,અ.હે.કો. મયંકકુમાર દિનેશચંદ્ર તથા આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ તથા આ.પો.કો. નિકુલભાઇ દિલીપભાઇ તથા અ.પો.કો. પ્રતાપભાઈ ભરતભાઈLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here