ઝઘડિયા તાલુકાના અશનાવી ગામે ખાનગી મોબાઈલ કંપનીના ટાવર પર રાખેલ બેટરીની ચોરી થવા પામી છે. 

0
28


ઝઘડિયા તાલુકાના અશનાવી ગામે ખાનગી મોબાઈલ કંપનીના ટાવર પર રાખેલ બેટરીની ચોરી થવા પામી છે.

 

અસનાવી ગામના ટાવર પરથી કુલ ૨૪ નંગ બેટરી જેની કિંમત ૩૬,૦૦૦ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી ગયા છે.

 

સુરત જિલ્લાના કઠોદરા કીમ ખાતે રહેતા મુન્નાભાઈ મધાભાઈ પરમાર આર એસ સિક્યુરિટી ફોર્સ માં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. મુન્નાભાઈ પરમારના તાબામાં ભરૂચ નર્મદા અને સુરત જિલ્લામાં આવેલ અલગ અલગ કંપનીના મોબાઈલ ટાવરની દેખરેખ રાખવાની જવાબદારી છે. એક ખાનગી મોબાઈલ કંપની દ્વારા અશનાવી ગામે ટાવર ઉભો કરી કાર્યરત કરવામાં આવ્યો છે. ગત તારીખ ૧૪.૫.૨૦ ના રોજ રાજવાડી તાલુકો નેત્રંગ ગામે રહેતા કંપનીના ટેકનિશિયન ગોવિંદભાઈ અરવિંદભાઈ વસાવાએ મુન્નાભાઈ પરમાર ને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અશનાવી ની સીમમાં કંપનીના ટાવરને તે જોવા માટે ગયેલ તે દરમિયાન સાઈડ ડાઉન થયાનો ટેકનિશિયન ઉપર એલાર્મ આવ્યું હતું. આ ટાવરની સાઇટ પર બેટરી બેકઅપ માટે બેટરીઓ મુકેલ હતી તે જણાઈ ન હતી. અમરરાજા કંપનીની બેટરી જે કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા. આર એસ સિક્યુરિટી ફોર્સના સુપરવાઇઝર મુન્નાભાઈ મધાભાઈ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈ જોતા મોબાઈલ ટાવરના બેટરી બેકઅપ માટે રાખેલ ૬૦૦ હોર્સ પાવરની કુલ ૨૪ નંગ બેટરી ચોરી થવા પામી હતી. ૨૪ નંગ બેટરી જેની કુલ કિંમત ૩૬,૦૦૦ થતાં મુન્નાભાઈ મઘાભાઈ પરમારે ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.source https://vatsalyanews.com/2021/05/16/a-battery-kept-on-the-tower-of-a-private-mobile-company-has-been-stolen-in-ashnavi-village-of-zaghadiya-taluka-%e0%aa%9d%e0%aa%98%e0%aa%a1%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here