ઝઘડીયા તાલુકાના ધારોલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 

0
11


ઝઘડીયા તાલુકાના ધારોલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

 

ઝઘડિયા પોલીસે છાપો મારી ૨૧૪ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત એક બાઈક મળી ૪૪,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

 

ગતરોજ ઝઘડિયા પોલીસ ધારોલી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ધારોલી ગામ નજીક પડતર જગ્યામાં ખાખરાની ઝાડી માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. બાતમીના આધારે ઝઘડિયા પોલીસે છાપો માર્યો હતો. છાપા મારી દરમિયાન ચિરાગ વસાવા નામનો ઇસમ ઝડપાઈ ગયો હતો જ્યારે એક ઇસમ નામે જુબેર મુસાભાઇ સૈયદ ભાગી ગયો હતો. પોલીસે છાપા મારી દરમિયાન અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૨૧૪ નંગ વિદેશી દારૂની બોટલો તથા એક બાઈક ઝડપી પાડી હતી. ઝઘડિયા પોલીસે કુલ ૪૪,૨૦૦ નો વિદેશી દારૂ તથા બાઇક મળી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને છાપાવાળી જગ્યાએથી ઝડપાયેલ ચિરાગ રતિલાલ ભાઈ વસાવા ઉંમર ૩૪ રહે. સુથીયાપુરા ને ઝડપી લીધો હતો તથા છાપામારી દરમિયાન જુબેર મુસાભાઇ સૈયદ રહે. સુથીયાપુરા જે ભાગી ગયો હતો તે ‌બન્ને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

The post ઝઘડીયા તાલુકાના ધારોલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.  appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here