સુબીર તાલુકાની બીલીઆંબા અને વાહુટીયા પ્રાથમિક શાળાની NMMS- 2021 ની પરીક્ષામાં સિધ્ધિ

0
68ડાંગ:- મદન વૈષ્ણવ

સુબીર તાલુકા ની તમામ ધોરણ ૮ ની શાળા ના ઘણા બધા બાળકોએ એન.એમ.એમ.એસ. (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના) પરીક્ષા આપી હતી જેમાં ઘણી શાળા ના બાળકો પાસ થયેલ છે જેમાં વાહુટીયા પ્રા.શાળા અને બીલીઆંબા પ્રાથમિક શાળા ના બાળકો એ એન.એમ.એમ.એસ.શિષ્યવૃત્તિ ની પરીક્ષા ના મેરીટ માં આવેલ છે.જેમાં સુબીર તાલુકા ની વાહુટીયા શાળા ના ૧૫ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં તમામ બાળકો પાસ થઇ તેમાંથી ૪ બાળકો મેરીટ માં આવ્યા છે અને બીલીઆંબા શાળા હમેશાં બાળકો ની સિધ્ધિ માટે જાણીતી છે જે શાળા ના ૨૦ બાળકો એ પરીક્ષા આપેલ જેમાં તમામ બાળકો પાસ થઈ ૧૧ બાળકો મેરીટ માં આવ્યા હતા.મેરીટ મા આવેલ તમામ બાળકો ને દર મહિને ૧ હજાર શિષ્યવૃત્તિ એમ ૪ વર્ષ સુધી મળશે.આમ કુલ ૪૮ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરનાર બાળકો ને મળશે બન્ને શાળા તેમજ તમામ ધોરણ ૮ ની શાળા ના શિક્ષકો અને બાળકો જેમણે પરીક્ષા આપી પાસ થયા છે એ બાળકો ને તૈયારી કરાવનાર તમામ શિક્ષકો અને મેરીટ માં આવનાર બાળકો ને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શામજીભાઈ પવાર અને મંત્રી જયરાજ પરમાર અને તાલુકા ના અધિકારીશ્રીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને શિક્ષકો અને બાળકો ની મહેનત ને બિરદાવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here