મોરબી : નવયુગ સંકુલ-વિદ્યાલયમાં પ્રવેશ શરૂ

0
11નવયુગ સંકુલ – વિરપર અને મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં ધોરણ ૧૧ સાયન્સ – કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

નવયુગ સંકુલ – વિરપરમાં સવારપાળી અને બપોરપાળીમાં તા.૧૭.૦૫.૨૦૨૧ ને સોમવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જેનો સમય સવારે ૮ થી ૧૨.૩૦ રહેશે નવયુગ સંકુલ અને વિદ્યાલયમાં સાયન્સમાં આકર્ષક સ્કોલરશીપ પણ રાખવામાં આવેલ છે અને એડમીશન મેળવવા માટે ધોરણ ૯ની છ માસિક પરીક્ષાનું રીઝલ્ટ સાથે લાવવાનું રહેશે અને કોમર્સ વિભાગમાં પણ આકર્ષક સ્કોલરશીપ આપવામાં આવી છે જેમાં ધોરણ ૯ ની સત્રાંત પરીક્ષામાં ૯૦ % ઉપર હોય તો બંને વર્ષની સંપૂર્ણ ફી માફી અને ધોરણ ૯ ની કોઇ પણ સ્કુલમાંથી સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ હોય તો બે વર્ષની ૫૦ % ફી માફી મળશે તેવી જ રીતે બપોરપાળીમાં પ્રવેશ મેળવનાર વાલીઓને શિક્ષણ ફી માં મોટી રાહત આપવાનો શાળા પરિવારે નિર્ણય કરેલ છે તેના માટે નવયુગ સંકુલ – વિરપર “બા” ની વાડી પાછળ, મો.96876 12500 ઉપર સંપર્ક કરવાનો રહેશે

ધોરણ ૧૧ આર્ટસ શિક્ષણ પ્રેમી જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને નવયુગ શૈક્ષણિક સંકુલ- વિરપર ખાતે ધોરણ ૧૧ આર્ટસમાં બપોર પાળીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પણ સોમવારથી શરૂ કરવામાં આવશે અને આર્ટસમાં પણ કોમર્સ વિભાગની જેમ જ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના માટે શાળાનો સંપર્ક કરવા માટે મોરબી નવયુગ સાયન્સ સ્કુલ માટે 99798 76520, નવયુગ વિદ્યાલય માટે 98790 97520 અને નવયુગ સંકુલ વિરપર માટે 96876 12500 તથા 99257 62635 ઉપર સંપર્ક કરવાનો રહેશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here