રાષ્ટ્રીય સ્વસ્થ મિશન હેઠળના કર્મચારીઓને પગાર બાબતે થઇ રહેલા અન્યાય બાબતે આપ્યા સામુહિક રાજીનામા

0
57
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરો સહિત પેરા મેડિકલ સ્ટાફ અને કલેરિકલ સ્ટાફ રહેશે કામગીરીથી અળગા

કોરોના કાળ’મા પોતાના ઘર, પરિવારની ચિંતા કર્યા વિના રાતદિવસ જીવના જોખમે ફરજ બજાવી રહેલા (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM હેઠળના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓએ તેમની થઇ રહેલી સતત અવગણનાને લઈને રાજ્ય સરકારને અનેકવાર આવેદનપત્ર આપવા છતા તેમની થઈ રહેલી સતત ઉપેક્ષાને પગલે તા.૧૫મી ના રોજ ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓએ સામુહિક રાજીનામા ધરી દીધા હતા.

(રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM ના રાજ્ય કક્ષાના મંડળના નેજા હેઠળ રાજ્ય સરકાર કક્ષાએ તથા જુદા જુદા જિલ્લાઓમા જિલ્લા કક્ષાએ આ કર્મચારીઓએ આપેલા આવેદનપત્ર અનુસાર ગત તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ મંડળ દ્વારા તેમની જુદી જુદી માંગણીઓ માટે રજૂઆત કરવામા આવી હતી. જેને છ માસથી ઉપરનો સમય વીત્યો હોવા છતા, રાજ્યની સરકારે આરોગ્ય સેવાના પાયાના આ કર્મચારીઓની માંગણીને નજરઅંદાજ કરી, આ કર્મચારીઓની ઘોર ઉપેક્ષા કરી સતત અવગણના કરી રહી હોવાનો ભાવ આ કર્મચારીઓમા વ્યાપી જવા પામ્યો છે.

એક તરફ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ NHM ના જુદા જુદા સંવર્ગોના કર્મચારીઓને નજીવા પગારે ફરજીયાત ડ્યુટી કરાવીને તેમનુ શોષણ કરવામા આવી રહ્યુ છે. તો બીજી તરફ કોવિદ ડ્યુટી માટે ભરતી કરાઈ રહેલા સ્ટાફને આ જુના કર્મચારીઓ કરતા પણ વધુ પગાર આપીને વર્ષોથી ૧૧ માસના કરાર આધારિત સેવા બજાવી રહેલા આ કર્મચારીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તાવ કરાઈ રહ્યો હોવાની લાગણી વ્યાપી ગઈ છે. સદર કર્મચારીઓને વાર્ષિક માંડ પાંચ ટકા જેટલુ ઇન્ક્રીમેન્ટ આપીને તેમની મજાક કરવામા આવતી હોય તેવી લાગણી પણ આ કર્મચારીઓમા વ્યાપી ગઈ છે.

કોરોના કાળમા સતત એકધારી ફરજ બજાવવાની કપરી જવાબદારી નિભાવતા આ કર્મચારીઓને કોઈ રજા પણ આપવામા આવતી નથી. શની/રવિની રજાઓમા પણ વિક્સીનેસન સહિતની કામગીરીમા જોતરવામા આવે છે. તો શારીરિક અને માનસિક રીતે થાકેલા આ કર્મચારીઓના રાજીનામા પણ સ્વીકારાતા નથી. ત્યારે તેમની સતત અવગણના અને ઉપેક્ષા થઇ રહી હોવાની ભાવના સાથે રાજ્ય કક્ષાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે તા.૪/૫/૨૦૨૧ ના રોજ રાજ્ય સરકારને આપેલા આવેદનપત્ર અને સામુહિક રાજીનામા આપવાના કાર્યક્રમને ડાંગ જિલ્લાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે ટેકો જાહેર કર્યો હતો. જે મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ‘શાળા આરોગ્ય રાસ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ના ડૉક્ટર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા આયુષ તબિબ, રસીકરણના કામગીરી સાથે જોડાયેલ  સ્ત્રી આરોગ્ય કાર્યકર, એકાઉન્ટન્ટ-કમ-ડેટા એન્ટ્રી ઓપરેટર,;તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ, તાલુકા એકાઉન્ટન્ટ વિગેરે સંવર્ગ ના કુલ ૬૩ અધિકારી, કર્મચારીએ સામુહિક રાજીનામા રાજ્ય સરકાર ને ધરી દીધા હતા. જો કે તેનો સત્તાવાળાઓએ અસ્વીકાર કરતા મંડળે આગળનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે.

જે મુજબ NHM પરિવારે તેમના યુનિયનની સૂચના મુજબ તા.૧૬ થી તા.૧૮ મે સુધી, એટલે કે ત્રણ દિવસો સુધી તેમની નિયત કામગીરીથી અળગા રહેવાનુ એલાન કર્યું છે. સાથે તા.૧૯/૫/૨૦૨૧ ને બુધવારના રોજ પોતાના જિલ્લા મથકે ફરીથી સામૂહિક રાજીનામા આપવાનુ જાહેર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here