મોરબીના ટીંબડી ગામે વીજપોલમા શોર્ટસર્કિટ થતા થયા ભડાકા

0
28


અહેવાલ : મયંક દેવમુરારી

મોરબીના ટીંબડી ગામે રાત્રે વિજપોલમાં શોર્ટસર્કીટથી તાર તુટ્યા ગામમાં અંધારપટ અનેક વિજ ઉપકરણો બળી

ટીંબડી ગામે વિજપોલમાં ભડાકા થતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો વિજકર્મીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરાયો

મોરબી જિલ્લાના ટીંબડી ગામે રાત્રે વિજપોલમાં શોર્ટ સર્કીટથી મોટા ધડાકા થતા થોડીવાર માટે ગામમાં અંધારપટ છવાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગામમાં અનેક ઘરોમાં વિજઉપકરણો બળી જતા દેકારો બોલી ગયો હતો જાણવા મળતી વિગત મુજબ ટીંબડીમાં રાત્રીના સમયે ગામમાં કોઈ કારણોસર વિજપોલમાં અચાનક ભડાકા શરૂ થયા હતા અને જોતજોતામાં મોટા મોટા ભડકા સાથે આગના ગોળા નીકળવા લાગતા થોડીવાર માટે લોકોમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો જોકે વાયર તૂટી જવાથી પાવર સપ્લાય બંધ થઈ જતા લોકોએ હાશકારો લીધો હતો જોકે ત્યાં સુધી ગામમાં અનેક ઘરોમાં વિજઉપકરણો બળી ગયા હતા જેથી લોકોમાં દેકારો બોલી ગયો હતો આ અંગે વિજતંત્રને જાણ થતા વિજકર્મીઓ ઘટનાસ્થળે દોડી જઈને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી વીજપ્રવાહ ચાલુ કરી દેતા બફારા વચ્ચે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતોsource https://vatsalyanews.com/2021/05/16/explosion-due-to-short-circuit-in-electricity-pole-in-timbdi-village-of-morbi/

source https://vatsalyanews.com/2021/05/16/explosion-due-to-short-circuit-in-electricity-pole-in-timbdi-village-of-morbi-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here