કાલોલના બેઢીયાગામમાં પરણિતા સાથે વાતચીત કરવાનાનો વહેમ રાખી ગામનાં યુવક પર ચપ્પુના ઘા ઝીંક્યા.

0
67પંચમહાલ.કાલોલ
રિપોર્ટર સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના બેઢીયા ગામના દાદાવાળા ફળિયાની પાછળ રહેતા સનાભાઇ ભયજીભાઈ ચૌહાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદના આધારે તેમનો છોકરો નામ પ્રકાશભાઈ શનાભાઈ ચૌહાણને બેઢીયા ખારાકુવા ગામે રહેતા મોહનસિંહ માધુસિંહ ચૌહાણ આવી કહ્યું કે પરણિતા સાથે કેમ વાત કરે છે ? તેવું પુછી વહેમ રાખીને સાથે બે ઇસમો પંકજકુમાર કાળુભાઇ ચૌહાણ અને રાહુલકુમાર કાભઇભાઇ ચૌહાણ એકદમ ઉશ્કેરાઇ જઇને મા બેન સમાણી ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો અને મોહનસિંહ માધુસિંહ ચૌહાણે ચપ્પા વડે યુવક ઉપર હૂમલો કરતા ગળાના તથા જમણી બાજુએ બગલના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી અને હવે પછી પરણિતા સાથે વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ત્રણેય ઇસમોની ચુંગાલમાંથી છૂટકારા બાદ યુવક પ્રકાશભાઈ શનાભાઈ ચૌહાણ ગંભીર ધાયલ થયો હોય તેને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બનાવ અંગે યુવકના પીતા શનાભાઇ ભયજીભાઇ ચૌહાણે ત્રણ ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here