નર્મદા જિલ્લામાં શનિવારે ૩૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૩૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

0
31નર્મદા જિલ્લામાં શનિવારે ૩૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૩૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૧૬ મે ૨૦૨૧ શનિવારે ૩૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકામાં ૦૬ , ગરુડેશ્વર તાલુકામાં ૧૦ , તિલકવાડા તાલુકામાં ૦૮, ડેડીયાપાડા તાલુકામાં ૦૨, સાગબારા તાલુકામાં ૦૩ , તેમજ રાજપીપલા અર્બન ૦૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૯૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૨૨ દર્દી દાખલ છે રાજપીપલા પ્રાઇવેટ હોસ્પિટલમાં ૪૬ દર્દીઓ દાખલ છે આજે ૩૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૫૦૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૮૫૦ એ પહોચ્યો છે આજે વધુ ૧૨૭૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે. આજરોજ કોવિડ હોસ્પિટલમાં ૦૮ દર્દીઓના મોત નોંધાયા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here