“ મારૂ ગામ-કોરોના મુક્ત ગામ “ અભિયાન અંતર્ગત મંત્રી ઇશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાના PHC/CHC કેન્દ્રોની મુલાકાત લીધી

0
68
“ મારૂ ગામ-કોરોના મુક્ત ગામ “ અભિયાન અંતર્ગત <span;>મંત્રી ઇશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાના PHC/CHC કેન્દ્રોની મુલાકાત લીધી

મંત્રી પટેલના અધ્યક્ષપદે રાજપીપલા નગરપાલિકા ખાતે “ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ “ અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી-પદાધિકારીઓ-સદસ્યઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક

રાજપીપલા  : જુનેદ ખત્રી

ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે “ મારૂ ગામ કોરોના મુક્ત ગામ “ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત પ્રાથમિક/સામૂહિક આરોગ્ય કેન્દ્રોની જાત મુલાકાત લઇ આ કેન્દ્રોમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી જાણકારી મેળવી હતી.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સેજપુર, ગંગાપુર, સાગબારા તાલુકાના દેવમોગરા, નાંદોદ તાલુકાના ખુટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગરૂડેશ્વર તાલુકાના બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ જરૂરી સૂચનો સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું

મંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રત્યેક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત દરમિયાન ફરજ પરના તબિબી અધિકારીઓ સાથે આરોગ્ય કેન્દ્રોમાં તબિબો સહિતના નર્સિગ-પેરામેડિકલ સ્ટાફ-આરોગ્ય સેવકો અંગેની ઉપલબ્ધ સેવાઓ વિશેની વિસ્તૃત જાણકારી મેળવવા ઉપરાંત ઉપલબ્ધ દવાઓના જથ્થાની પણ માહિતી મેળવી હતી. તેમણે ધન્વંતરી રથ મારફત થઇ રહેલી કામગીરીની પણ પુચ્છા કરી તેના દ્વ્રારા કોરોના ટેસ્ટીંગ, કેન્દ્રો દ્વ્રારા RTPCR ટેસ્ટની કામગીરી, વેક્સિનેશનની કામગીરી સાથે લક્ષ્યાંક સિધ્ધિની વિગતો પણ મેળવી હતી. કોરોના પોઝિટીવ આવનાર દરદીઓના આસપાસના વિસ્તારમાં સર્વેની કામીગીરી સઘન બનાવવા, સંક્રમિત થનારના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની ટ્રેસીંગની કામગીરી સુચારૂ રીતે થાય તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.

મંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજપીપલા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ સહિત પદાધિકારીઓ અને સભ્યઓની ઉપસ્થિતિમાં “ મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ “ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કોરોનાના સંક્રમણને ઘટાડવા સરકારની માર્ગદર્શિકા મુજબની કામગીરી વધુ સઘન રીતે થાય તે જોવાની હિમાયત કરી મંત્રીએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here