કોવેકસીન અને કોવિશિલ્ડ વેકસીન નો બીજો ડોઝ ક્યારે લેવો તે અંગે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર ની સ્પષ્ટતા

0
45


કોવેકસીન અને કોવિશિલ્ડ વેકસીન નો બીજો ડોઝ ક્યારે લેવો તે અંગે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર ની સ્પષ્ટતા

હાલમાં નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી તથા FLW તેમજ HCW ને વેક્સીનેશન આપવાની થઇ રહેલી કામગીરી

રાજપીપલા : જુનેદ ખત્રી

હાલ કોવિડ-૧૯ અંતર્ગત સમગ્ર રાજયમાં વેક્સીનેશનની કામગીરી ચાલી રહી હોય નર્મદા જીલ્લા ખાતે પણ વેક્સીનની કામગીરી રાજ્યકક્ષાની સૂચના અનુસાર શરૂ છે. હાલ નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી તથા FLW તેમજ HCW ને વેક્સીનેશન આપવાની કામગીરી થઇ રહી છે.

રાજ્ય સરકારની સુચનાથી જે પણ લાભાર્થીએ કોવીસીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેવા લાભાર્થીને કોવીસીલ્ડ વેકસીનનો 2nd ડોઝ ૮૪ દિવસ પછી આપવાનો રહેશે અને કોવીન પોર્ટલમાં ડેટા એન્ટ્રી પણ ૮૪ દિવસ પછી કોવીસીલ્ડ વેકસીનનો 2nd ડોઝ આપ્યા પછી જ થશે.

તેમજ જે લાભાર્થીએ પ્રથમ ડોઝ કોવેક્સિન લીધેલ હશે તે લાભાર્થીએ 2nd ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો રહેશે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા નર્મદા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છેsource https://vatsalyanews.com/2021/05/16/narmada-district-health-system-clarifies-when-to-take-second-dose-of-covacin-and-covishield-vaccine/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here