“તૌકતે”વાવાઝોડાનાં આગાહીની સાથે ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત અનેક ગામોમાં પવનનાં સૂસવાટા સાથે વરસાદ…

0
47


ડાંગ:- મદન વૈષ્ણવ

“તૌકતે”વાવાઝોડાનાં આગાહીની સાથે આજરોજ ડાંગ જિલ્લામાં ભારે પવનનાં સુસવાટામાં કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનાં આગાહીનાં પગલે રાજ્ય સરકાર દ્વારા દરિયા કાંઠા વિસ્તારો સહિત દરેક જિલ્લાનાં તંત્રને એલર્ટ રહેવાની સૂચનાઓ આપી છે.તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,વઘઇ,શબરીધામ સુબિર,મહાલ, શામગહાન,તથા સરહદીય પંથકોનાં ગામડાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આજરોજ દિવસભર ભારે પવનનાં સુસવાટા જોવા મળ્યા હતા.સાથે દિવસભર નિલગગન આભલામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકો ઠંડાગાર પ્રતીત થયા હતા.રવિવારે બપોરબાદ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભારે પવનનાં સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.એક તરફ તૌકતે વાવાઝોડાનો ભય તો બીજી તરફ કોરાનાનો ભય તો ત્રીજી તરફ કમોસમી વરસાદી તાંડવનાં પગલે ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાનની ભીતિ વર્તાઈ છે..source https://vatsalyanews.com/2021/05/16/rain-with-gusts-of-wind-in-several-villages-including-saputara-in-dang-district/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-gusts-of-wind-in-several-villages-including-saputara-in-dang-district-2/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-gusts-of-wind-in-several-villages-including-saputara-in-dang-district-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here