દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લીધા

0
33
દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે

લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીરરીતે ઈજાગ્રસ્ત

દાહોદનો મુવાલિયા ક્રોસિંગ પર થયેલા અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઇને થયો ફરાર: દાહોદ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

મધ્યપ્રદેશ તરફથી અમદાવાદ તરફ ટ્રકને ટોઇંગ કરીને લઇ જતી ક્રેનના ચાલકને ક્રેન સહીત ખોડિયાર હોટલ નજીકથી પોલિસે પકડી પાડ્યો

દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે સારસી ગામ પાસે આવેલા મુવાલિયા ક્રોસિંગ નજીક અવારનવાર અકસ્માતો થતા રહે છે.ત્યારે આજે આજે મોડી સાંજે પણ બે બાઈક સવાર પોતાની મોટર સાઇકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા.તેવા સમયે અચાનક સામેથી મધ્યપ્રદેશ તરફથી ટ્રક ને ટોઇંગ કરીને અમદાવાદ તરફ જતા ક્રેનના ચાલકે બેઉ મોટર સાઇકલ સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ અઢી વર્ષના નાના બાળકનું મોત નીપજ્યું

હતું.ત્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.જોકે આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પરંતુ અજાણ્યો વાહન ચાલક પોતાના કબ્જાની વાહન લઈને ફરાર થયો હતો.અને 108 ને જાણ કરાતા 108 દ્રારા અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને દાહોદના સરકારી દવાખાને મોકલી દેવાયા હતા.અને તાલુકા પોલીસને જાણ

બાઈક ચાલકો જોડે અકસ્માત બાદ ટોઇંગ કરેલા ટ્રક તેમજ ક્રેન ખોડિયાર હોટલ નજીકથી ઝડપાઇ 

કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઘટનામાં જાન ગુમાવનાર બાળકની મૃતદેહને સરકારી દવાખાને મોકલી આપ્યુ હતું. જોકે ક્રેન ચાલકને દાહોદ તાલુકા પોલીસે ખોડીયાર હોટલ પાસેથી ઝડપી પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here