સાપુતારા: લેક્વ્યુ હોટલની મિલ્કતનાં બોગસ દસ્તાવેજ કેસમાં તુકારામભાઈ અને કે.કે.પટેલનાં આગોતરા જામીન નામંજુર

0
31


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની નામાંકિત લેક્વ્યુ હોટલની મિલ્કતનાં બોગસ દસ્તાવેજ ઉભા કરી છેતરપીંડી કરવાનાં કેસમાં નામદાર સેશન કોર્ટ દ્વારા હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે અને કે.કે.પટેલનાં આગોતરા જામીન નામંજુર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે…..

મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે ગુરુકૃપા ગેસ્ટ હાઉસનાં નામે ચાલી આવેલ મિલ્કતનાં અસલ વારસદાર ઈંદર હરચોમલ બસંતાણીએ સાપુતારા પોલીસ મથકમાં નોંધાવેલ બાદ હોટલ લેક્વ્યુનાં બોગસ દસ્તાવેજ બનાવી માલિક બની બેઠેલા હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામ કર્ડિલેએ ધરપકડથી બચવા માટે નામદાર સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી મૂકી હતી.પરંતુ નામદાર કોર્ટે આ આરોપીઓની ગુનાની ગંભીર નોંધ લઇ આગોતરા જામીન રદ કરી તુકારામ કર્ડિલે તથા કે.કે.પટેલનાંઓની ધરપકડનો માર્ગ ખુલ્લો મુકતા ફફડાટ ફેલાયો છે.ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પ્લોટ.ન. 4 અને સીટી સર્વે 447,448 વાળી કુલ 3219 ચોરસ મીટર જમીન પર મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં બોરગાવનાં રહીશ અને દૂધ સપ્લાયનો વ્યવસાય કરતા સાપુતારા હોટેલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામ અમૃત કર્ડિલે અને તેના ભાગીદારમાં કે.કે.પટેલ નામના ઈસમો દ્વારા ગેરકાયદેસર મંડળી બનાવી તથા પૂર્વ આયોજીત કાવતરું રચી બોગસ વિલ પાવર ઓફ એટર્ની ઉભી કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદીને અધિકારોથી વંચિત રાખી ગેરકાયદેસર ભોગવટો કરી ગુનો આચાર્યો હોવાનો ચોંકાવનારી ફરિયાદ તા.05-05-2021નાં રોજ આ મિલ્કતનાં મૂળ વારસદારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં  ફરીયાદ નોંધાવી હતી.બાદમાં આ બન્ને આરોપીઓમાં તુકારામ અમૃત કર્ડિલે અને કાંતિભાઈ કરશનભાઈ પટેલનાઓએ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સેશન કોર્ટમાં અરજી કરી હતી.પરંતુ નામદાર સેશન કોર્ટ દ્વારા આ મિલ્કતનાં ગુનાની ગંભીર નોંધ લઈ આ બન્ને આરોપીઓનાં જામીન નામંજુર કરતા સાપુતારા હોટલ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.હાલમાં ડાંગ પોલીસ વિભાગ દ્વારા આ બન્ને આરોપીઓનાં ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે..source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-2/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-3/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-4/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-5/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-6/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-7/

source https://vatsalyanews.com/2021/05/16/tukarambhai-and-kk-patel-denied-anticipatory-bail-in-bogus-document-case-of-saputara-lakeview-hotel-property-8/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here