વિશ્વ ડેન્ગ્યુ દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી

0
39
 વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવસાર સાહેબ ડોક્ટર સુજીત પરમાર ડોક્ટર ડેલીવાલા જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર પિનાકીન પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ ગણદેવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના વિસ્તારમાં કછોલી ધનોરી દેવસર ગડત મેધર કેસલી ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનોને ડેન્ગ્યુ રોગના ચિન્હો લક્ષણો અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ડેન્ગ્યુ રોગ ના ફેલાવો કરતા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અને નાબૂદી અંગે જાણકારી આપવામાં આવી સગર્ભા બહેનો તેમજ નાના બાળકોને મચ્છરદાની માં જ સુવા નો આગ્રહ રાખવા જણાવ્યું અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા વિસ્તારમાં સઘન એન્ટીલાર્વસ કામગીરી તેમજ પત્રિકાઓ નું વિતરણ ડોક્ટર નિરાલી તેમજ . ડો.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું ડેન્ગ્યુ દિવસની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા સુપરવાઇઝર પ્રકાશ પટેલ પ્રા.આ. કેન્દ્રોના સુપરવાઇઝરો મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તેમજ આશા વર્કર બહેનો એ ખૂબ જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here