ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તૈનાત

0
53

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની સૌથી મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી ગણાતા દીવમાં જોવા મળવાની આશંકા છે. ત્યારે ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તૈનાત કરી દેવાઇ છે. તમામ સાધનો, કોમ્યુનિકેશન અને એન્જીનયર ટાસ્ક ફોર્સ કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને આર્મીની ટીમ તૈયાર થઇ ગઇ છે. 60 જેટલી ટીમો હાલ આગળ વધારવામાં આવી છે. જેમાંથી 6 જેટલી સેનાની ટીમને પોરબંદર અને દીવમાં મોકલવામાં આવી છે.

વાવાઝોડું હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયું છે અને હવામાન વિભાગે પણ તેને ‘ગ્રેટ ડેન્ઝર એલર્ટ’ ગણાવ્યું છે. વાવાઝોડું દીવથી માત્ર 130 કિલોમીટર જ દૂર છે. તાઉ-તે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લાં છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવસારીમાં ભારે પવન સાથે વરસાદ પડશે. અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ‘ગ્રેટ ડેનઝર સિગ્નલ’ લગાવી દેવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

હાલમાં અમરેલી,પોરબંદર, ભાવનગર, જૂનાગઢ ઉપરાંત 840 ગામડાઓમાંથી લોકોનું સિફટીગ સહિત સમગ્ર રાજ્યમાં કુલ રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.’

source https://vatsalyanews.com/2021/05/17/about-180-army-teams-deployed-in-gujarat/

source https://vatsalyanews.com/2021/05/17/about-180-army-teams-deployed-in-gujarat-2/

source https://vatsalyanews.com/2021/05/17/about-180-army-teams-deployed-in-gujarat-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here