દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડાના સંદર્ભમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે ૧૦૭૭ ઉપર ફોન કરી મદદ મેળવી શકાય છે

0
169રિપોર્ટર. અજય.સાંસી

ભારે પવન ફૂંકાવા સમયે સાવચેતી રાખવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટ વિજય ખરાડી
કોઇ પણ આપત્તિના સમયે ૧૦૭૭ ઉપર ફોન કરી જરૂરી માર્ગદર્શન કે મદદ મેળવી શકાય છે
તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકાંઠે આવી પહોચ્યું છે અને આજે રાત્રે તથા કાલે તેની તીવ્ર અસરની સંભાવના હોય કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લાના નાગરિકોને વાવાઝોડા સામે ખાસ સાવચેતી રાખીને ઘરમાં જ રહેવા જણાવ્યું છે.

એક વિડિયો સંદેશમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, તાઉ-તે વાવાઝોડું આજે રાતે સૌરાષ્ટ્ર દરિયાંકાંઠે આવી પહોચ્યું છે. આજ એટલે કે તા. ૧૭ના રોજ સાંજના આઠેક વાગ્યે ત્રાટકવાની શક્યતા છે. જેના પરિણામ સ્વરૂપ દાહોદમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેને ધ્યાનમાં લેતા નાગરિકો કેટલીક સાવચેતી રાખે તે આવશ્યક છે.
તેમણે એમ પણ કહ્યું કે, તા. ૧૭થી ૧૮ સુધી એમ બે દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની સ્થિતિમાં ઘરની બહાર ના નીકળવું એ હિતાવહ છે. બિનજરૂરી રીતે કોઇ સ્થળે આવવાજવાનું ટાળવું જોઇએ. આટલું જ નહીં, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનો અમલ કરવો જોઇએ.
શ્રી ખરાડીએ ઉમેર્યું કે, ભારે પવન ફૂંકાતો હોય તેવા સમયે ઘરની બારી બારણા બંધ રાખવા જોઇએ. તો તમારૂ ઘર આ પવન ની તાકાત ઝીલવામાં અસક્ષમ હોય તો સલામત સ્થળે ચાલ્યા જવું. આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અણીના સમયે કામમાં આવે એવી વસ્તુઓ જેવી કે માચીસ, બેટરી, દોરડી, પાણીની બોટલ, જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ. પશુઓને પણ બાંધી રાખવાને બદલે છૂટા રાખવા જોઇએ.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડાના સંદર્ભમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. કોઇ પણ આપત્તિના સમયે ૧૦૭૭ ઉપર ફોન કરી જરૂરી માર્ગદર્શન કે મદદ મેળવી શકાય છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here