ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં તૌકતે વાવાઝોડાની અસરનાં પગલે વ્યાપક નુકસાન…..

0
61ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરનાં પગલે અનેક ગામડાઓમાં મકાનોનાં પતરા સહિત વૃક્ષો જમીનદોસ્ત થઈ પડી જતા મોટી નુકસાનીની વિગતો બહાર આવવા પામી છે…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એકતરફ કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે.તો બીજી તરફ છેલ્લા બે દિવસથી તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવતા ડાંગી જનજીવનમાં નાસ ભાગ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, બોરખલ,આહવા,ચીંચલી,સુબિર, મહાલ,બરડીપાડા,સાકરપાતળ,વઘઇ ભેંસકાતરી તથા સરહદીય પંથકોમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી.ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી,નિમપાડા તથા શામગહાન,જાખાના, ગલકુંડ,સાકરપાતળ તેમજ ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં પણ આ વાવાઝોડાનાં કહેરે શાળાઓ સહિત અનેક મકાનોનાં પતરા ઉડાડીને જમીનદોસ્ત કરી દેતા મોટી નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે.ડાંગ જિલ્લામાં સોમવારે વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ પણ પડતા ડાંગી ખેડૂતોનાં માથે આભ તૂટી પડયુ હતુ.ડાંગ જિલ્લામાં સોમવારે વાવાઝોડાનાં પગલે નુકસાનનો ભોગ બનનાર ડાંગી જનજીવનને વહીવટી તંત્રની ટીમ સર્વે હાથ ધરી વળતરની આર્થિક સહાય આપે તેવી પણ માંગ ઉઠવા પામી છે…source https://vatsalyanews.com/2021/05/17/extensive-damage-in-the-villages-of-dang-district-following-the-impact-of-the-hurricane/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here