ઈતિહાસમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ માંથી ગુજરાતના તળાવોમાં અબજો લીટર પાણી ઠલવાશે

0
36



ઈતિહાસમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ માંથી ગુજરાતના તળાવોમાં અબજો લીટર પાણી ઠલવાશે

ગુજરાતના 20 જિલ્લાઓના 35 જળાશયો, 1200 જેટલા તળાવો, 1000 થી વધુ ચેકડેમમાં 453 અબજ લીટર પાણી ભરાશે

નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી અપાશે

રાજપીપળા :જુનેદ ખત્રી

ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે અખાત્રીજથી આગામી 30 જૂન સુધી સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજ 15000 ક્યુસેક જેટલું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે.જો કે આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરશે.

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે.સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.

ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખા ત્રીજથી 30 મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતા આ નિર્ણય લેવાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30 મી જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામા સરદાર સરોવર પ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના 20 જિલ્લાઓમાં 35 જળાશયો, 1200 જેટલા ગામ તળાવ અને 1000 થી વધુ ચેકડેમો હાલમાં 453 અબજ લિટર પાણીથી ભરાઈ રહ્યા છે.

source https://vatsalyanews.com/2021/05/17/for-the-first-time-in-history-billions-of-liters-of-water-will-be-pumped-from-sardar-sarovar-dam-into-the-lakes-of-gujarat/

source https://vatsalyanews.com/2021/05/17/for-the-first-time-in-history-billions-of-liters-of-water-will-be-pumped-from-sardar-sarovar-dam-into-the-lakes-of-gujarat-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here