તૌકતે વાવાઝોડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે સ્ટેશનની તકલાદી ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી નાખી

0
36


તૌકતે વાવાઝોડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે સ્ટેશનની તકલાદી ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી નાખી

તૌકતે વાવાઝોડાને પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા એલિવેશન નીચે પડ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલ્વે સ્ટેશનના છત ના એલિવેશન ટપો ટપ પડવાની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૧  ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરી ગુજરાતને વધુ એક ભેટ આપી હતી એ જ દિવસે મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી પરંતુ તૌકતે વાવાઝોડાએ કેવડિયા રેલ્વે સ્ટેશનના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખી હતી. તૌકતે વાવાઝોડાને લીધે કેવડિયા રેલ્વે સ્ટેશન પર છત ઉપર લગાવેલા એલિવેશન ના પતરા ટપોટપ નીચે પડવા લાગ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સામાન્ય લોકો રેલ્વે માર્ગે આવી શકે એ માટે કેવડિયા ખાતે ૬૬૩ કરોડના ખર્ચે બનેલું દેશનું સૌ પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું નિર્માણ થયા બાદ ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એનું ઈ-લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું.જો કે કેવડિયા રેલ્વે સ્ટેશનનું કામ ખુબ ઝડપી રીતે કરવામાં આવ્યુ હતુ, જોત જોતામાં રેલ્વે સ્ટેશન બની પણ અને લોકાર્પણ પણ થઈ ગયું. હવે તૌકતે વાવાઝોડું હજુ તો ગુજરાતમાં પ્રવેશ્યું પણ નથી એની માત્ર અસર વર્તાઈ રહી છે <span;>તૌકતે વાવાઝોડાની અસર માત્ર દેશના પ્રથમ ન્યુ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન વેઠી શક્યું નહિ અને વાવાઝોડું આવતા વેંત ૩૦૦ ફૂટ ઉપર ડોમમાં નીચેના ભાગે લગાવેલ પતરા ખરવા માંડ્યા અને પવનમાં ઉડવા લાગ્યા.જોકે સદનસીબે ત્યાં પ્રવાસીઓ ન હોવાથી જાનહાની થઈ નથી.આ ઘટનાની જાણ થતા જ ગરુડેશ્વર મામલતદાર સહિત ડિઝાસ્ટરની ટિમો અને રેલ્વે વિભાગની પોલીસની અને કેવડિયા પોલીસ ટીમો પણ દોડી આવી હતી.

દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન બન્યાને હજુ થોડા મહિનાઓ જ થયા છે.ત્યારે સામાન્ય પવનમાં જો એના પતરા ઉડી જતા હોય ત્યારે રેલ્વે સ્ટેશન નિર્માણ કાર્યના ગુણવત્તા પર પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે.જો કોઈ પેસેન્જરો હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એનો જવાબદાર કોણ ? ? ? ઉતાવળે કરાયેલી કામગીરીમા આ પતરા માત્ર ચોંટાડી રાખ્યા હશે, યોગ્ય રીતે ફિટીંગ ના કરાયા હોવાથી આ ઘટના ઘટી હોવાનું ચોક્કસ કહી શકાય.જો નિર્માણ કાર્યમાં ગુણવત્તા પર સવાલ ઉઠતા હોય ત્યારે સરકારે રેલ્વે સ્ટેશન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એમ કહીએ તો ખોટું નથીsource https://vatsalyanews.com/2021/05/17/hurricane-taukte-opens-the-pole-of-quality-performance-of-the-statue-of-unity-railway-station/

source https://vatsalyanews.com/2021/05/17/hurricane-taukte-opens-the-pole-of-quality-performance-of-the-statue-of-unity-railway-station-2/

source https://vatsalyanews.com/2021/05/17/hurricane-taukte-opens-the-pole-of-quality-performance-of-the-statue-of-unity-railway-station-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here