ઝાલોદ તાલુકામાં વેચાયેલા ૧૭૯ નકલી રેમડેસીવી ઈન્જેકશન બાબતે ન્યાયીક તપાસ કરવા બાબત

0
5
રિપોર્ટર.અજય.સાંસી

ઝાલોદ તાલુકામાં વેચાયેલા ૧૭૯ નકલી રેમડેસીવી ઈન્જેકશન બાબતે ન્યાયીક તપાસ કરવા બાબત

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના પગલે હાહાકાર મચી ગયો છે . ઘેર – ઘે૨ કોરોનાના ખાટલા છે . આ મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે . તેવા સમયે સૌ પોત પોતાનો જીવ બચાવવા , દવા અસલી છે કે નલી જોયા વિના જ કોરોનાની બિમારીમાં રામબાણ સાબિત થયેલ રેમડેસીવીરના ઈન્જેકશન પાછળ દોડી રહયા હતા

નકલી રેમડેસીવીર ઈજેકશનનું રાજયવ્યાપી રેકેટ ૧ લી મે ના રોજ પર્દાફાશ થયા બાદ મુખ્ય સુત્રધાર જયદેવસિંહ ઝાલા ની ધરપકડ થતાં જાણ થયેલ છે

દાહોદ જિલ્લાના ઝાલોદમાં સૌથી વધુ ૧૭૯ નકલી રેમડેસીવીર ઈજેકશન વેચાણ થયેલ છે . તો ઝાલોદમાં આ ઈજેકશન કોના મારફતે આવ્યા , કોણે

કોણે ખરીદયા આ મોતના સોદાગરો કોણ છે અને ક્યાં હોસ્પિટલમાં આપ્યા અને ક્યાં મેડીકલ માં વેચાયા તે તપાસ હાથ ધરવામાં આવે અને તમામને તાત્કાલીક ધોરણે ધરપકડ કરી દેશદ્રોહની કલમ લગાવી ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરતા આમ આદમી પાર્ટી આમ આવનાર સાત દિવસની અંદ૨ આ સમગ્ર બાબતની સ્વતંત્ર ન્યાયિક તપાસ નહિ થાય અને સત્ય બહાર નહિ આવે તો આમ આદમી પાર્ટી નાં ગુજરાતનાં દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદાર કચેરીના પ્રાંગણમાં આમરણ ઉપવાસ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here