તૌકતે વાવાજોડાને લઈને મોરબી સીરામીક એસોસિએસન બન્યું અલર્ટ જરૂરી સિવાય તમામ પ્રોડકસન બંધ રાખવા અપીલ

0
182અહેવાલ : મયંક દેવમુરારી

હવામાન ખાતાની આગાહી અને જુદી જુદી વેધર ની વેબસાઇટો ના અનુસંધાને તા. ૧૭ અને ૧૮ ના રોજ તૌકતે વાવાઝોડુ ભયંકર સ્વરૂપે આપણા મોરબી વિસ્તારમાથી પસાર થવાનુ છે અને અંદાજે ૭૦ થી ૧૮૫ કીમી. પ્રતિ કલાક ની સ્પીડે આવશે જેનાથી આપણા ઉધોગો મા પતરા,  શેડ , સ્પ્રેડ્રાયર અને કાચા કારીગરો ના રૂમ વગેરે માટે મોટુ જોખમ ઉભુ થવાની સંભાવનાઓ છે ત્યારે આ વાવાઝોડા મા જાનહાની ના થાય તે માટે શક્ય હોય તો ફરજીયાત સિવાય તમામ ઉત્પાદન પ્રકિયા બંધ રહે અને કારીગરો સુરક્ષીત જગ્યાએ રહે તે માટે સુચના આપશો સાથો સાથ જો કોઇ પણ કારીગરો કાચા રૂમમા કે પતરા વારા રુમમા પોતાને મજા આવે તે માટે રહેતા હોય તો સવારે જ તેમનુ સ્થાળાંતર કરીને તેમને સુરક્ષિત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરશો છતા જો વ્યવ્સથા ના હોય તો તેમની વ્યવસ્થા કરવા માટે તંત્ર ને જાણ કરીને તેમને પાકા રૂમમા રહેવાની વ્યવસ્થા કરશો કદાચ કારીગરો ના માને તો તેમને ફરજીયાત સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવા માટે વહિવટી તંત્ર નો પણ સહયોગ લઇ શકો છો કારણ કે થોડીક બેદરકારી તેમની જાનહાની થઇ શકે છે .

પ્રોડક્શન પણ જરૂરીયાત હોય તેટલા જ સ્ટાફ સાથે ચાલુ રાખવુ અથવા તો ટેમ્પરેરી શટડાઉન લઇ લેવુ વધુ હિતાવહ છે કારણ કે જે રીતે ફોરકાસ્ટ મુજબ સ્પીડ છે વાવઝોડા ના તે જોતા પતરા ,સ્પ્રેડ્રાયર તેમજ ચીમની અને ઇલેકટ્રીક થાંભલા વગેરે મોટી તારાજગી સર્જી શકે છે ત્યારે કારીગરો તેમજ કંપની ના ભાગીદારો ની સલામતી માટે તાત્કાલીક પ્લાન્ટ મા જરૂર વગરના તમામ ઓપરેશન જેવાકે સ્પ્રેડ્રાયર , માટીખાતુ , વોલ ટાઇલ્સ લાઇન , તેમજ પોલીસીંગ , શોર્ટીંગ તેમજ લોડીંગ વગેરે ડીપાર્ટમેન્ટ બંધ રાખી ફકત જરૂરીયાત હોય તો કીલન એક જ ચાલુ રાખવી અને શક્ય હોય તો તેમા પણ ફીડીંગ બંધ કરીને ટેમ્પરેચર ડાઉન કરીને રાખવા કારણકે પવન ની ગતિ એટલી તેજ છે કે કટોકટી ની સ્થિતી મા ઇમરજન્સી મા ભાગાભાગી થઇ શકે એટલે બચવા માટે અને જોખમ ઘટાડવા માટે કિલન ફીડીંગ પણ બંધ રાખવુ જરૂરી છે સાથોસાથ ઇમરજન્સી મા વાયરમેન તેમજ ઓપરેટર અને ટીમ પણ હાજર રાખવી જેથી કરીને કોઇ પણ સ્થિતી મા જાનહાની થી અને શોટસર્કીટ થી બચી શકાય …

દરેક ઉધોગકારો તા.૧૭/૫ ના સવારે ૧૦.૦૦ વાગ્યા સુધી મા દરેક કારીગરો તેમજ ઇમરજન્સી માટે દરેક ભાગીદારો તેમજ એક ટીમની રચના કરીને સ્થળાંતર ની જરુરીયાત હોય તો તે પણ કરી લેવુ કોઇ પણ કારીગરો ને પતરા વારી રૂમ કે કાચી રૂમમા રહેવાની સ્પષ્ટ મનાઇ કરવી અને કોઇ પણ લોકો વાવાઝોડા દરમ્યાન બહાર ના નિકળે તે માટે સુચના આપવા નમ્ર વિનંતી ..

સાથોસાથ અમુક સુચનો પણ આ સાથે આપેલ છે.. પ્લાન્ટ  માં આજે  જ  ડીઝલ  અને  તાલપત્રી  મંગાવી  લેવા. દરવાજા  શટર  ચેક  કરી  લેવા  અને  તેમની  પાછળ  ટેકા  માટે  પાઇપ  કે  લાકડા ની  વ્યવસ્થા  રાખવી. જે  દિશામાં  થી  પવન  આવતો  હોય  તે  બાજુ  ના દરવાજા  બંધ  કરી  સામે  ની  બાજુ  ના ખુલ્લા  રાખવા પવન  નિકાલ  માટે શક્ય  હોય  ત્યાં સુધી  17/5 થી  18 / 5. સુધી  સ્પ્રેડ્રાયર તેમજ જરૂરીયાત ના હોય તે ઉત્પાદન બંધ  રાખવા. અત્યારે  હાઈટ  ઉપર  માણસો ને જવા દેવા નહી. જે  દરવાજા મા શટર  ના હોય  ત્યાં  પેલેટ  ગોઠવી  તાલપત્રી  ટાઈટ  બાંધી  દેવી. ગ્રાઉન્ડ  માં ઉડે  એવા પતરા  કે  હલકી  વજન વગરની વસ્તુ   ને  યોગ્ય  જગ્યા  એ  દબાવીને સલામત  રાખવી.

સુપરવાઈઝર  અને  પ્રોડક્શન  ટીમે  એલર્ટ  રહી ને લોકો ને જવાબદારી સોપી  ને  કારીગરો ને બહાર  નીકળવા  દેવા નહી .વાયરમેન તેમજ મીકેનીકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવા .અગત્યના નંબર…સેવ પણ કરી લેવા સીરામીક એસોસીએસન દ્વારા અપીલ કરવામાં આવી છે

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here